સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો ;ત્રણમાંથી 16 બેઠકો કરવામાં સફળ !!

કોંગ્રેસ પાસે 27 અને ભાજપ પાસે માત્ર ત્રણ બઠક હતી

જૂનાગઢ જીલ્લા પંચાયત આજે સત્તાવાર રીતે ભાજપનો ભગવો લહેરાયો છે. જૂનાગઢ જીલ્લા પંચાયત આજે સામાન્ય સભા મળી હતી. જેમાં જિલ્લા પંચાયતની બેઠકો પૈકી ૨૭ બેઠકો કોંગ્રેસ પાસે હતી અને ત્રણ બેઠકો ભાજપ પાસે હતી. હવે કોંગ્રેસ પાસે માત્ર ૧૩ બેઠકો રહી છે અને ભાજપ પાસે જિલ્લા પંચાયતમાં સંખ્યાબળ વધુ એટલે કે ૧૬ બેઠકો થઈ ચૂકી છે. આમ હવે જૂનાગઢ જીલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જૂનાગઢ જિલ્લા પંચાયત તોડવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર ભાજપના કેબિનેટ પ્રધાન જવાહર ચાવડાએ તનતોડ મહેનત કરી હતી.

(1:23 pm IST)