સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

કુતિયાણાના સારણ નેસમાં પ્રેમલગ્ન કરનાર યુવાન તથા તેના પરિવારજનોને ધમકી આપીને છોકરીને છોડાવી ગયા

છોકરીના માતા-પિતા પરીવારજનો જુનાગઢથી ધારીયા-લાકડી સાથે દોડી આવેલઃ ર૦ વ્યકિતઓ સામે ગુન્હો

કુતીયાણા, તા., ૧૯: કુતિયાણાના સારણ નેસમાં પ્રેમલગ્ન કરનાર યુવાનના ઘેર જુનાગઢથી છોકરીના માતા-પિતા સહીત ર૦ વ્યકિતઓ સાથે ધારીયા અને લાકડી લઇને આવીને બઘડાટી બોલાવીને બળજબરીથી છોકરીને છોડાવી જઇને જાનથી મારી નાખવાની ધમકી આપી ગયાની પોલીસ ફરીયાદ બાદ  ર૦ વ્યકિતઓ સામે ગુન્હો નોંધાયો છે.

સારણ નેસમાં રહેતા સંજય રાજાભાઇ ભારાઇ રબારીએ જુનાગઢની છોકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેનું મનદુઃખ છોકરીના પિતા કેશુભાઇ કરશન ભેડા, માતા પાનીબેન સહીત ર૦ વ્યકિતઓ ૬ મોટરમાં સારણ નેસમાં આવીને ધારીયા-લાકડી બતાવીને મારી નાખવાની ધમકી આપીને છોકરીને બળજબરીથી છોડાવી ગયાનું પોલીસ ફરીયાદ છોકરાના પિતા રાજાભાઇ પોલાભાઇએ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે. કુતિયાણા પીએસઆઇ ડી.વી. ઢોલા વધુ તપાસ ચલાવી રહેલ છે.

(1:13 pm IST)