સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના ઉપક્રમે પત્રાપસરમાં અનોખો કાર્યક્રમ યોજાયો

૧૦૦ વૃક્ષોનું વાવેતર અને ૯ સિલાઇ મશીન અર્પણ કરીને વિઠ્ઠલભાઇને શ્રદ્ધાંજલિ અપાઇ

જૂનાગઢ,તા.૧૭: જુનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળના ઉપક્રમે સમાજરત્ન એવા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાને શ્રદ્ધાંજલિ આપવાના એક વિશેષ કાર્યક્રમમાં પત્રાપસર ખાતે ૧૦૦ વૃક્ષાોનું વાવેતર કરીને ૯ જરૂરિગાત મંદ બહેનોને સિલાઇ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે હાજર આગેવાનોએ સમાજસેવાના આ કાર્યો થકી સંસ્થાને સાચી શ્રદ્ધાંજલિ  આપી હોવાનો સૂર વ્યકત કર્યો હતો.

 

સમસ્ત લેઉવા પટેલ સમાજ પત્રાપસર, આંબલીયા ,રૂપાવટી અને ગોલધર ગામના ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વ અને રક્ષાબંધનના સમન્વયના પવિત્ર દિવસે પત્રાપસર ગામ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સમાજસેવક અને સમુહલગ્ન પ્રણેતા હરસુખભાઇ વઘાસિયાના જન્મદિવસની દરવર્ષ માફક આ વખતે  પણ સમાજસેવાના કાર્યો થકી ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં રમણીકભાઇ હિરપરા, લલિતભાઇ સુવાગીયા, હરેશભાઇ પરસાણા, નટુભાઇ પટોળિયા, અમીતભાઇ પટેલ, યોગેશભાઇ પાનસુરીયા, ડો. ભરત ઝાલાવાડિયા, ડો. નિલેશ ઝાલાવાડિયા, મજેવડી મહિલા મંડળના પ્રમુખ વિભાબેન ઠુંકર, મંજૂબેન  વઘાસિયા વગેરેએ હાજર રહીને આયોજન ને આવકાયુંર્ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે પત્રાપસરના કુમનભાઇ સાવલિયા, દામજીભાઇ દોંગા, રૂપાવટી સરપંચ જીજ્ઞેશભાઇ હિરપરા, આંબલિયાના સરપંચ છગનભાઇ , ગોલપરા ગામના આગેવાનો તેમજ યુવાનોએ જહેેમત ઉઠાવી હતી.

(1:13 pm IST)