સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

મોરબીમાં તંત્રનું કામ નાગરિકોએ જાતે કર્યુઃ રોડ પરના ખાડા પૂર્યા

સ્વચ્છતા અભિયાન સમિતિની આવકારદાયક પહેલ

મોરબી, તા.૧૯: મોરબીમાં ગત સપ્તાહે ભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ગાબડા અને ખાડા જોવા મળે છે અને નાગરિકો ભારે હાલાકનો સામનો કરતા હોય જેથી મોરબીની સેવાભાવી સંસ્થા દ્વારા રોડ પરના ખાડા પુરવાનું અભિયાન શરુ કરવામાં આવ્યું હતું.  મોરબી શહેરના મુખ્યમાર્ગો વરસાદમાં ધોવાઈ ગયા છે અને ખાડા રાજ છવાયું છે ત્યારે મોરબીના નાગરિકોની સમસ્યાને ધ્યાને લઈને આજે મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા રવાપર ચોકડી, કેનાલ રોડ ખાતે ખાડા બુરો અભિયાન ચલાવ્યું હતું જેમાં માટી નાખીને રોડ પરના ખાડા બુરવામાં આવ્યા હતા નીમ્ભર પાલિકા તંત્ર પ્રી મોન્સૂન કામગીરીના નામે નર્યું નાટક જ કરે છે તો વરસાદ બાદ પાણીના નિકાલ સહિતની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી ના હોય જેથી ચોમાસામાં મોરબી નર્કાગાર સ્થિતિમાં ફેરવાઈ જાય છે શહેરમાં ખાડા અને પાણી ભરેલા હોવાથી વાહનચાલકોને દરરોજ પરેશાનીનો સામનો કરવો પડે છે જેને ધ્યાને લઈને સંસ્થાના યુવાનોએ આજે ખાડા બુરો અભિયાન ચલાવ્યું હતું.

(1:11 pm IST)