સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

ભેંસાણના સાંકરડામાં એન્જિનીયરીંગની છાત્રાએ નાપાસ થતાં એસિડ પી લીધું

સુમિતા રાઠોડને સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૧૯: ભેંસાણના સાંકરડા ગામે રહેતી સુમિતા ભીખાભાઇ રાઠોડ (ઉ.૧૮) નામની છાત્રાએ એસિડ પી લેતાં ભેંસાણ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

સુમિતા બે ભાઇ અને બે બહેનમાં મોટી છે અને તેના પિતા ભીખાભાઇ લાખાભાઇ છુટક મજૂરી કરે છે. સુમિતાના કહેવા મુજબ પોતે એન્જિનિયરીંગના ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. નાપાસ થવાથી   પોતાને માઠુ લાગી જતાં આ પગલું ભર્યાનું તેણીએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભેંસાણ પોલીસને જાણ કરી હતી. (૧૪.૬)

(12:10 pm IST)