સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

દામનગર તાલુકાની શાખપુર કુમાર-કન્યા શાળામાં ૭૩માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

દામનગર, તા.૧૭: દામનગર તાલુકાના શાખપુર ગામે કુમાર-કન્યા શાળા તથા સરકારી માધ્યમિ શાળાની સંયુકત ઉપક્રમે ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

શાખપુર ગામના સરપંચ મોતી બેન કસોટીયાના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું શાખપુર ગામના વતની એવા શ્રી રાજુભાઈ ધનજીભાઈ કૂઈવાળા દ્વારા આંગણવાડી થી ધોરણ ૧થી૧૦ના તમામ ૪૮૫ બાળકોને જરૂરિયાત પ્રમાણે કીટ અને દક્ષિણા રૂપે ૧૧રૂપિયા બાળકો,ગ્રામજનો અને સ્ટાફ સર્વે ને શાખપુર ગામના સરપંચ શ્રી મોતી બેન કસોટીયા ના હાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું શાખપુર ગામના વતની એવા શ્રી રાજુભાઈ ધનજીભાઈ કૂઈવાળા દ્વારા આંગણવાડી થી ધોરણ ૧થી૧૦ના તમામ ૪૮૫ બાળકોને જરૂરિયાત પ્રમાણે કીટ અને દક્ષિણા રૂપે તમામ બાળકોને ૧૧રૂપિયા  બાળકો,ગ્રામજનો અને સ્ટાફ સર્વેને નાસ્તો  આપવમમાં આવ્યો હતો

આ પ્રસંગેવાલી મિટિંગ રાખવામાં આવી હતી.ગામના સરપંચ શ્રી ખોડિયાર મંડળના તમામ યુવાનો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.અને પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ બલર અને જસુ ભાઈ ખુમાણ તેમજ પૂર્વ આચાર્ય શ્રી વસંતબેન સીતાપરા એ સરકારી શાળા ના શિક્ષણ વિશે તમામ વાલી ઓને માહિતગાર કરી સરકારી શાળા નો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.સરકારી માધ્યમિક શાળામાં આજુબાજુના પાચતલાવડા, કલ્યાણપુર,નાનીવાવડીના બાળકો પણ અભ્યાસ માટે આવેે છે

સરકારી માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી પાર્થ ભાઈ તેરૈયા, શાખપુર કુમાર શાળાના આચાર્ય નીતા બેન મેશિયા, કન્યા શાળા ના આચાર્ય શ્રી ઇલાબેન મેર આંગણવાડી વર્કર  મધુબેન હિંગોળ,રસીલા બેન તથા તમામ સ્ટાફે  જહેમત ઉઠાવી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ બલર, વાલજી ભાઈ સીતાપરા,જેરામ ભાઈ બલર,ઉપ સરપંચ શ્રી માવજી ભાઈ સીતાપરા, સલીમ ભાઈ મલેક, સંદીપ ભાઈ મંત્રી, જસુભાઈ ખુમાણ વગેરે  હાજર રહ્યા હતા.

(12:09 pm IST)