સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

જોડિયાની ભુગર્ભ ગટર મીઠા પાણીનો પ્રોજેકટ બંદર વિકાસ સહિત પ્રશ્નોની કેબીનેટ મંત્રીને રજૂઆત

લોકાર્પણ પહેલા ચાલુ કરેલ ભુગર્ભ ગટર ઠેર ઠેર ઉભરાય છે : વાસ્મો યોજના હેઠળ ઘર દીઠ રકમ લીધા બાદ યોજના પુર્ણ નહી

જોડીયા તા.૧૯ : દશનામ સમાજના પ્રમુખ હેમંતપરી મગનપરી ગોસ્વામીએ કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાને આવેદન આપીને ભુગર્ભ ગટર મીઠા પાણીનો પ્રોજેકટ બંદર વિકાસ સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવેલ કે જોડીયા ગામ ધંધા રોજગાર અને સમગ્ર રીતે પછાત છે. જોડીયા ગામ ખાતે રૂ. ૧૨ કરોડના ખર્ચે ભુગર્ભ ગટર બનેલ છે. ચાલુ પણ કરી પરંતુ તેના લોકાર્પણ થયેલ નથી. તેમજ સમગ્ર ભુગર્ભ ગટર છે શેરીએ શેરીએ ભુગર્ભ ગટર ઉભરાવવાથી લોકો ચાલી શકતા નથી અને ખૂબ જ ગંદકી અને મચ્છરનો ત્રાસ તેમજ તેને લીધે રોગચાળાની સ્થિતિ બારેમાસ રહે છે. આ ગટર સાફ કરવા માટે કોઇ વ્યવસ્થા નથી. વારંવાર પ્રેસ પ્રતિનિધિઓ મારફત છાપામાં, ટીવીના માધ્યમથી લેખીતમાં કલેકટરશ્રીને, ડીડીઓશ્રીને, મામલતદારશ્રીને, ટીડીઓ શ્રીને વગેરે અધિકારીઓને કરવા છતા કોઇ નિકાલ આવેલ નથી.

જોડીયા ગામને છેલ્લા ૧૫ વર્ષથી વાસ્મો યોજના ચાલુ થયેલ અને લોકફાળા પેટે ઘરદીઠ રૂ.૫૦૦ ઉઘરાવવામાં આવેલ પરંતુ આજદિન સુધી અડધા ગામને જ વાસ્મો યોજનાની પાણીની પાઇપ લાઇન સાથે જોડેલ છે. ગામને ચાર ઝોનમાં વહેલી બીજા માળ સુધી પાણી પહોચશે તેવી ખાત્રી ગામલોકોને આપેલ પરંતુ વાયદો આજ દિન સુધી પુર્ણ કરેલ નથી.

જોડીયા તાલુકાકક્ષાનું મથક હોઇ જોડીયા ગામ અને આસપાસના ગામના ધો. ૧૨ના વિદ્યાર્થીઓ ધ્રોલ પરીક્ષા કેન્દ્ર હોય ત્યા પરીક્ષા આપવા જાય છે અને ઘણી હાલાકી સહન કરે છે. જોડીયા ગામની સરકારી હાઇસ્કુલનું શેઠ કે.ડી.વી. હાઇસ્કુલનુ બિલ્ડીંગ ૧૫ રૂમ તેમજ ગ્રાન્ટેડ શાળા શ્રીમતી યુપીવી કન્યા વિદ્યાલયનું ૧૦ રૂમ બિલ્ડીંગ તેમજ પ્રાઇવેટ બે હાઇસ્કુલોના બિલ્ડીંગ ૨૦ રૂમ મળી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી પુરતી સુવિધા હોય જોડીયા ગામને ધો.૧૨નું કેન્દ્ર ચાલુ શૈક્ષણિક વર્ષથી મળી રહે તેવી જોડીયા ગામના વિદ્યાર્થી ભાઇ બહેનો તરફથી અમો આપને રજૂઆત કરીએ છીએ. હાલ ધો.૧૦નુ કેન્દ્ર જોડીયા ગામ ખાતે ચાલે જ છે તો ધો.૧૨નુ કેન્દ્ર આપવા સરકારશ્રીમાં માંગણી છે.

ગુજરાત સરકારશ્રી તરફથી જોડીયા ગામ ખાતે દરિયામાંથી ખારા પાણીને મીઠુ બનાવવાનો પ્રોજેકટ આપવામાં આવેલ તે અન્ય જગ્યાએ ખસેડવાની વાત ચાલી રહેલ છે. તો આ પ્રોજેકટ અન્ય જગ્યાએ ન જાય અને જોડીયાને મળે તેવા પ્રયત્નો કરવા માંગણી છે તેમજ જોડીયાનો બંદર તરીકે વિકાસ કરવા અવાર નવાર સરકારશ્રીમાં રજૂઆતો કરેલ છે.

બસ સ્ટેશનથી લઇ મેઇન બજારથી લક્ષ્મીપરા ચારધામ થઇને જતા રસ્તા પર ગટરના ગોઠણ સમા પાણી ભરેલ છે આ રસ્તાને બંને બાજુ લગભગ ૨૦૦૦ લોકો વસવાટ કરે છે તેમજ લક્ષ્મીપરાને બજાર સાથે જોડતો મેઇન રસ્તો છે. જેના પર દરરોજ અનેક વિદ્યાર્થી ભાઇ બહેનો શાળાએ જવા પસાર થાય છે અને સરકારી કર્મચારીઓ પણ અવાર નવાર આ રસ્તે ચાલતા હોય છે છતા પણ આ રસ્તામાંથી ગટરના પાણીનો નિકાલ કરાયો નથી. છેલ્લા છ માસ થયા અમોએ ગ્રામ પંચાયત, તા.પં., મામલતદાર કચેરી, ડીડીઓ સાહેબશ્રી, કલેકટરશ્રીને રજૂઆત લેખીત કરવા છતા આ સમસ્યાનુ નિરાકરણ આવેલ છે.

બસ સ્ટેશન પાસે આવેલ એસબીઆઇ એટીએમથી બસ સ્ટેશન તરફ પાણીનો નિકાલ અને પાઇપલાઇન લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલ પરંતુ તેમાંથી  પાણી નિકાલ થતો નથી. નવા સિમેન્ટ પાઇપ નાખવામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થજયેલ છે. ૧ માસ અગાઉ જ કરવામાં આવેલ છે જે અંગે તપાસ થાય તેવી લોકમાંગણી છે.

જોડીયા નજીક લખતર ગામે આવેલ ઉંડ ડેમથી જોડીયા ગામમાં સિંચાઇ માટે પાણી પહોચાડવા વર્ષો થયા કેનાલ કામ ચાલુ છે જે આજ સુધી પુર્ણ થયેલ નથી. જેથી આ કેનાલથી બાનદપર કુનડ ગામના મોટાભાગના ખેડૂતોને સિંચાઇનો લાભ મળતો નથી. જેથી કેનાલની કામગીરી વહેલી તકે પુરી થાય તેવી ખેડૂતભાઇઓની માંગણી છે. આ ઉપરાંત જાંબુડાથી માળીયા ક્રોસ્ટલ હાઇવેનું મંજૂર થયેલ કામ શરૂ કરવા રજૂઆતમાં જણાવેલ છે.

(12:05 pm IST)