સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

રામળીયા ગામની સીમમાં જુગાર રમતા પાંચ પકડાયા : ભાડલા પોલીસનો દરોડો

તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સોને ભાડલા પોલીસનો સ્ટાફ નજરે પડે છે.

રાજકોટ તા ૧૭ : ભાડાલાના રામળીયા ગામની સીમમાં પોલીસે રેઇડ કરી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

ભાડલા પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. આર.પી. કોડીયાતરની સાથે પો. હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા, પો. કોન્સ. સુનીલભાઇ તલસાણીયા, પો.કોન્સ. મહાવીરભાઇ બોરીચા પેટ્રોલીંગમમાં હોય તે દરમ્યાન પો. હેડ કોન્સ. અશ્વીનભાઇ માલકીયા તથા કોન્સ. લાલજીભાઇ તલસાણીયાને મળેલ હકીકત ના આધારે રામળીયા ગામની સીમમાં જુગારની રેઇડ કરી જુગાર રમતા (૧) દાદુ કાનાભાઇ ડાંગર રહે. ગઢડીયા (જામ) (ર) મુન્ના ખીમાભાઇ સીતાપરા, રહે. રામળીયા, (૩) મનસુખભાઇ  તળશીભાઇ રોજાસરા, રહે. ખડવાવડી, (૪) ભુપત ડાયાભાઇ સોમાણી, રહે. રાણીગપરા (૫) જયરાજ મોહનભાઇ વાઢેર, રહે. ભુપતગઢ ને કુલ મુદામાલ રોકડ રૂ.૧૧૭૪૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર સાથે પકડી પાડી  જુગાર ધારા કલમ ૧૨ મુજબ ધોરણસર અટક કરી ભાડલા પો.સ્ટે. ગુન્હો રજી. કરાવેલ છે. (૩.૬)

(12:01 pm IST)