સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

કચ્છમાં ૧૮ મહિલાઓ સહિત ર૭ શખ્સો જુગાર રમતા ઝડપાયા ૪ દરોડા

ભુજ તા.૧૯ : પોલીસ અધિક્ષક પરિક્ષીતા રાઠોડની સુચનાથી જુગાર અંગેની ડ્રાઇવ રાખવામાં આવેલ અને પ્રોહીબીશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા સુચના મળેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.જી. ઝાલા ભચાઉ વિભાગના માર્ગદર્શનથી સામખિયારી સી.પો.સબ.ઇન્સ. આર.એમ. ઝાલાનાઓએ અલગ-અલગ ટીમ બનાવી જુગારના કેસ કરવા સુચના આપેલ જે અનુસંધાને પો.સ.ઇ. આર.એમ.ઝાલા તથા સેકન્ડ પો.સ.ઇ. આર.જે. સિસોદીયા તથા પોલીસ સ્ટાફના સફળ પ્રયાસથી સફળ કેશ કરવામાં આવેલ છે.

આધોઇ શાહુનગર સેકટર ૪માં ગંજીપાના વડે રૂપીયાથી તીનપતીનો જુગાર રમતી કુલ્લ ૧ર (બાર) મહિલાઓને પકડી તેઓ પાસેથી કુલ્લ રૂપિયા ૧ર.પ૭૦/ તથા એક મોબાઇલ ફોન કી. રૂ.પ૦૦/ જેની કુલ્લ કી. રૂ.૧૩.૦૭૦/ નો ગણનાપાત્ર કેસ શોધી તમામ મહિલા વિરૂધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

સામખીયાળી ગામે જંગી રોડ ઉપરથી ગંજીપાના વડે રૂપિયાથી તીનપતીનો જુગાર રમતી કુલ્લ ૬ (૭) મહિલાઓને પકડી તેઓ પાસેથી કુલ્લ રૂપિયા ૧૦.૧૮૦/ તથા મોબાઇલ ફોન નં. ૪ કી. રૂ. ૭૦૦૦/ જેની કુલ્લ કી. રૂ.૧૭,૧૮૦/ નો ગણનાપાત્ર કેશ શોધી તમામ મહીલા વિરૂધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

જંગી ગામે ગંજીપાના વડે રૂપિયાથી તીનપતીનો જૂગાર રમતા કુલ પ ઇસમો ભરત રાઘુભાઇ કોલી, ડાયા હીરાભાઇ કોલી, હમીર અરજણ કોલી, રમેશ પ્રવિણ કોલી, રહે. ચારેય જંગી તા.ભચાઉ, વીરજી નરશી કોલી, રહે. ભાવપર તા. માળીયા જીલ્લો મોરબી વાળાઓને પકડી તેઓ પાસેથી કુલ રૂપિયા ૩૧૩૦ તથા મોબાઇલ ફોન નંગ ૪ કિ. રૂ. ૬પ૦૦ જેની કુલ કી. રૂ. ૯૬૩૦ નો કેસ નોંધ તમામ વિરૂધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આંબલીયારા ગામે ગંજીપાના વડે રૂપિયાથી તીનપતીનો જૂગાર રમતા કુલ ૪ ઇસમો બીજલ રૂપાભાઇ કોલી, હરેશ નોઘાભાઇ કોલી, વીશન રાજાભાઇ બઢીયા, લખુ ભાણાભાઇ આહીર રહે. ચારેય આંબલીયારા તા. ભચાઉ વાળાઓને પકડી તેઓ પાસેથી કુલ રૂપિયા ર૭૯૦ તથા મોબાઇલ ફોન નંગ ૧ કિ. રૂ. પ૦૦ જેની કુલ કિ. રૂ. ૭૭૯૦ નો કેશ શોધી તમામ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એએસઆઇ ભુપેન્દ્રસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. ભરતભાઇ જાદવ તથા પો. હેડ કોન્સ. કિશોરભાઇ ડોડીયા તથા પો. હેઙ કોન્સ. જગુભાઇ મછાર તથા પો. હેઙ કોન્સ. સુભાષભાઇ રાજગોર તથા પો. કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકી તથા પો. કોન્સ્. કેતનભાઇ પ્રજાપતી તથા પો. કોન્સ. જયકીશનસિંહ ઝાલા પો. કોન્સ. યુવરાજસિંહ ઝાલા તથા મહિલા પો. કોન્સ. ભગીબેન આહીર તથા ભાવનાબેન ચૌધરીનાઓએ રહીને આ કામગીરી કરેલ હતી. (૬.૧૬)

(11:56 am IST)