સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

ગોંડલ પંથકમાં મોબાઇલ ટાવરમાં ૬૬ બેટરીઓની ચોરી કરનાર બે પકડાયા

ર.ર૮ લાખના મુદ્દામાલ સાથે રાજકોટના પ્રકાશ દેવીપૂજક અને જેતપુરના કિશનને રૂરલ એલસીબીએ ઝડપી લીધા : રાજકોટમાંથી બાઇક પણ ચોયુ'તું

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો (નીચે બેઠેલા) સાથે રૂરલ ક્રાઇમ બ્રાચનો સ્ટાફ નજરે પડે છે.

ગોંડલ, તા. ૧૯ : રાજકોટ,તા. ૧૯ : ગોડલ પંથકમાં મોબાઇલ ટાવરમાંથી ૬૬ બેટરીઓની ચોરી કરનાર તથા રાજકોટમાંથી બાઇકની ચોરી કરનાર બે શખ્સોને રૂરલ ક્રાઇમ બ્રાંચને ઝડપી લીધા હતા.

 જીલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા મીલકત વીરૂધ્ધ ના ગુન્હા ડીટેકટ કરવા સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પો. ઇન્સ. એમ.એન. રાણા તથા પો.સ.ઇ. એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પો. હેડકોન્સ. અનીલાભઇ રવજીભાઇ ગુજરાતી તથા પો. કોન્સ. દિવ્યેશભાઇ દેવાયત સુવા ને મળેલ હકીકકતના આધારે નેશન્લ હાઇવે ભરૂડી પાટીયા પાસેથી ચોરાઉ રૂ. રર૮૧૪૪પના મુદાદમાલ સાથે (૧) પ્રકાશ ડાયાભાઇ સંખેશ્વરીયા દેવીપૂજક ધંધો મંજુરી તથા શાકભાજીનો વેપાર રહે. રાજકોટ રૈયાધાર મફતીયાપરા તથા (ર) કિશન ઉર્ફે બોડીયો વીનુભાઇ દેવીપૂજક ધંધો મંજુરીકામ રહે. જેતપુર ધોરાજી રોડ પાવર હાઉસ પાછળ ઝૂંડપ પટ્ટીને ઝડપી લીધા હતા.

પકડાયેલ બન્ને શખ્સોએ પોલીસ (૧) ગોંડલના ત્રાકુડાગામમાં મોબાઇલ ટાવર ર૪ બેટરીઓ (ર) રાજકોટમાં બીગ બજાર વાળા રોડ ઉપર અંદરની બાજુ એક શેરીમાં એકટીવા રજી. નં. જી.જે. ૦૩ કે. એફ. ૮૪૭૯ વાળુ આગળની બાજુએથી ડીસમીસથી ખોલી ડાયરેકટર કરી તે એકટીવા ચોર્યાની (૩) ગોડલના કોલીથડ ગામમાં આવેલ મોબાઇલ ટાવરની ઓરડીનો આગળનો દરવાજો તોડી તેમાં રાખેલ ૧૮ બેટરીઓ ખોલી રીક્ષામાં ચોરી કર્યાની તથા (૪) ગોંડલના બીલીયાળા ગામમાં પાદરમાં સીમમાં જવાના રસ્તે એક મોબાઇલ ટાવરની ઓરડીમાંથી ર૪ જેટલી બેટરીઓ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પકડાયેલ બન્ને શખ્સો અગાઉ રાજકોટ શહેરમાં બે વખત મો.સા. ચોરીના ગુન્હામાં પડકાયેલ છે. રૂરલ ક્રામ બ્રાંચના  આ કામગીરીમાં એ.એસ.આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પો. હેડ કોન્સ. મહેશભાઇ જાની, પો. હેડ કોન્સ. રમેશભાઇ બોદર, મહીપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, પો.કોન્સ. જયેન્દ્રસિંહ વાઘેલા, મથુરસિંહ જાડેજા, દિવ્યેશભાઇ સુવા, મેહુલભાઇ બારોટ, ભાવેશભાઇ મકવાણા, બાલકૃષ્ણ ત્રિવેદી, એ.એસ.આઇ. અમુભાઇ વીરડા તથા પો. કો.ના ભીખુભાઇ ગોહેલ રોકાયા હતા.

(11:56 am IST)