સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

જામનગરઃ સૈનિક સ્કુલ બાલાચડીમાં સ્વતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી

રાષ્ટ્રગાન શહીદ સ્મારક પર પુષ્પગુચ્છ પરેડના કાયક્રમોમાં વિદ્યાર્થીઓ જોડાયા

જામનગર તા. ૧૯ : સૈનિક સ્કુલ બાલાચડી, જામનગરમં ૭૩માં સ્વતંત્ર દિવસની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે કર્નલ પ્રકાશ પી.વ્યાસ-સેવા નિવૃતત-ભુતપૂર્વ છાત્ર હાજર રહ્યા મુખ્ય અતિથી દ્વારા શૌર્ય-સ્થંભ, શહીદ સ્મારક ખાતે પુષ્પગુચ્છ ચઢાવ્યા બાદ ધ્વજ વંદન કરી રાષ્ટ્ર ગાન ગાવામાં આવ્યું હતું. આ તકે વિવિધ કાર્યક્રમો યોજાયેલ જેમાં પરેડ તથા કેડેટ અમન આનંદ દ્વારા હિન્દી અને કેડેટ અનુરાગ પાંડેશ્વર દ્વારા અંગ્રેજીમાં સ્વતંત્રતા દિવસ પર આપેલ વકતવ્ય અને બાલનિકેતન સ્મુલના વિદ્યાર્થીઓ દ્વારા ગાવામાં આવેલ નન્ને મુન્ને રાહી દેશભકિત ગીતો રજુ કર્યા હતા.

ઇન્ટર હાઉસ પરેડ સ્પર્ધાનું આયજન પણ કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં લાઇક બેઇરિંગ, કમાન્ડ ટર્નઆઉટ, માચિંગ સ્ટાઇલ, સેલ્યુટ અને ઓવરઓલ કોર્ડીનેશનને ધ્યાનમાં લેવામાં આવે છ.ે આ સ્પર્ધામાં સરદાર પટેલ હાઉસ વિજેતા બન્યુ હતું.

આ પ્રસંગે મુખ્ય મહેમાનશ્રીએ સ્વતંત્રતાના મહત્વ વિશે વાત કરી હતી. સાથે સાથે તેમણે વિદ્યાર્થીઓને નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાવા પ્રોત્સાહન આપ્યું હતુ઼. એન.સી.સી.ના ભાગ રૂપે કરવામાં આવેલ ખુબ પરેડ અને સ્કુલ બેન્ડના પ્રદર્શન માટે અભિનંદન આપ્યા હતા તેમણે પરેડ સ્પર્ધામાં વિજેતા બને સરદાર પટેલ હાઉસને પણ અભિનંદન આપ્યા હતા.સ્કુલ દ્વારા દર વર્ષે પ્રકાશિત કરવામાં આવતા વર્ષ ર૦૧૮-૧૯ ના 'સંદેશક' સામયિકનું પણ ''લીડરશીપ'' થીમ ઉપર મુખ્ય મહેમાન દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

આ રાષ્ટ્રીય પર્વમાં સૌ વિદ્યાર્થી, ઓફીસર, સ્ટાફ અને સ્ટાફ પરિવારે હાજરી આપી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથી દ્વારા ''માઇન્ડ પાવર'' ઉપર સ્ટાફ અને કેડેટ માટે સેમિનારનું આયોજન તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યુંહ તુ઼.

(9:59 am IST)