સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th August 2019

વેરાવળના આજોઠામાં જનતા તાવડાનો પ્રારંભ

 પ્રભાસપાટણઃ વેરાવળ તાલુકાના આજોઠા ગામે સાતમ-આઠમના તહેવારો નિમિતે હનુમાન મંદિરના લાભાર્થે મહાબલી-જનતા તાડવાનું આયોજન કરવામાં આવેલ જેમાં શુદ્ધ ઘીની મીઠાઇઓ અને ફરસાણ બનાવવાનું તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના હસ્તે શુભારંભ કરાવેલ અને પૂર્વ જી.પ.ના ઉપપ્રમુખ મેરૂભાઇ પંપાણીયા, જી.એચ.સી.એલ. યુનિયનના પ્રમુખ મેણસીભાઇ, અગ્રણી ઉકા આતા સહિત અગ્રણીઓ અને ગામ લોકોની હાજરીમાં શુભારંભ કરાવેલ છે.જનતા તાવડામાં શુદ્ધતા અને કોલેટીની ગુણવતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. દરેક મીઠાઇ શુદ્ધ માહિ ઘી અને દરેક ફરસાણ ફોરચ્યુન તેલ અને વલ્ડકપ વેસણમાંથી બનાવવામાં આવે છે  મીઠાઇ તેમજ ગાંઠીયા, સેવ, ચવાણુ, તીખા ગાંઠીયા, પાપડી ગાંઠીયા, સક્કરપારા, મીઠાઇ, લાડુ સહિતની આઇટમો બનાવવામાં આવી રહી છે. આ જનતા તાવડાનું સ્થળ શ્રી મહાબલી યુવક મંડળ આજોઠા ગ્રામીણ બેન્કની નિચે આજોઠા મો. ૯૯ર૪૬ ૯પ૦ર૧, ૯૬ર૪૮ પ૮૭૮પ ઉપર સંપર્ક કરવો. તસ્વીરમાં જનતા તાડવાનો શુભારંભ કરાવતા ધારાસભ્ય સહિતના અગ્રણીઓ નજરે પડે છ.ે(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસ પાટણ)

(9:59 am IST)