સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th August 2018

જેતપુરના દુધેશ્વર જીઆઈડીસીમાં ધમધમતા 26 જેટલા સાડીના કારખાના બંધ કરાશે

નોટિસમાં કહેવાયું કે આ કારખાના દરરોજ ભાદર નદીમાં 1.5 લાખ લિટર પ્રદુષિત પાણી છોડે છે

જેતપુર તાલુકાના દુધેશ્વર જીઆઈડીસીમાં ધમધમતા 26 જેટલા સાડીના કારખાના પ્રદૂષણ ફેલવતા હોવાનું જણાવી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડેએ બંધ કરવાની નોટિસ ફટકારી છે અહીં કોમન એફ્લુએન્ટ ટ્રીટમનેન્ટ પ્લાન્ટ અંતર્ગત બોર્ડ દ્વારા સાડી ઉદ્યોગના એસોશિએશનને પાછલા એક વર્ષમાં આ ત્રીજીવાર નોટિસ અપાઈ છે

 GPCBના મુજબ દુધેશ્વર ખાતે સાડી કારખાના યુનિટ્સના એસોશિએશને ગંદા પાણીના નિકાલ માટેના પ્લાન્ટને અપગ્રેડ કર્યો નથઈ જેના કારણે આસપાસના વિસ્તરા અને ભાદર નદીમાં છોડવામાં આવતા તેના પ્રદૂષણયુક્ત પાણીથી નદી અને તેના કિનારાના વિસ્તારની જૈવિક સંપત્તિને ખાસ્સુ નુકસાન થયું છે.

   બોર્ડ દ્વારા આ નોટિસ 16 ઓગસ્ટના રોજ આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે તેની પહેલાના સપ્તાહમાં જ ધોરાજીના કોંગ્રેસ ધારાસભ્યે ભાદરમાં પ્રદૂષણના મુદ્દે જેતપૂરના સાડી ઉદ્યોગ સામે પ્રદર્શન કર્યું હતું. GPCBની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે આ 26 સાડીના યુનિટ્સ દરરોજ ભાદર નદીમાં 1.5 લાખ લિટર પાણી છોડે છે. જ્યારે આ જીઆઈડીસી પાસે પ્રદૂષિત પાણીની સ્વસ્થ કરવાની કેપેસિટી માત્ર 91000 લિટરની જ છે. બોર્ડે કહ્યું કે નદીમાં છોડવામાં આવતું પ્રદૂષિત પાણી ખેતીની જમીન અને ખેતીના પાકને પણ નુકસાન કરે છે. 

   GPCBને પાણીના નમૂના ચેક કરતા પ્રતિ લિટર પ્રદૂષિત પાણીમાં 2915 મિલિગ્રામ ટીડીએસ, 1461 મિલિગ્રામ કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ મળી આવ્યા છે. જે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધારાધોરણ કરતા ખૂબ જ વધારે છે. એસોસિએશને બોર્ડ દ્વારા આપવામાં આવેલ કોન્સોલિડેટેડ કોન્સેન્ટ એન્ડ ઓથોરાઇઝેશનનો ભંગ કર્યો છે. જે ઓગસ્ટ 31, 2019 સુધી લાગુ પડે છે. આ પહેલા ગત વર્ષે 27 ઓગસ્ટ અને આ વખતે 10 માર્ચના દિવસે ક્લોઝર નોટિસ અપાઈ હતી. જ્યારે નવી નોટિસમાં બોર્ડે નોંધ્યું છે કે ઇન્ડસ્ટ્રી એસોસિએશન પોતાની પ્રક્રિયામાં ઇમ્પ્લિમેન્ટેશન લાવી શક્યું નથી. 

  સમગ્ર મામલે ધારેશ્વર GIDCના પ્રેસિડેન્ટ હરેશ ભુવાએ કહ્યું કે, ‘અમને ખોટી રીત અહીં ભોગ બનાવવામાં આવી રહ્યા છે. બોર્ડ રાતના 10 વાગ્યે સેમ્પલ લેવા માટે આવ્યું હતું ત્યારે પહેલાથી જ વરસાદ વરસી રહ્યો હતો જેથી CETPમાં પાણીનું લેવલ પહેલાથી જ હાઈ હતું. અમે દરરોજ 91000ની પ્રોસેસિંગ કેપિસિટિની સામે માત્ર 80000 લિટર પાણી જ પ્રોસેસિંગ કરીએ છીએ તેમજ ભાદર નદી અમને દૂર પડતી હોવાથી તેમાં પાણ છોડવું અમારા માટે પોસિબલ નથી.’

(6:53 pm IST)