સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th July 2021

ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિની સાધુ-શ્રાવક બન્ને પાંખો વિખેરાય : મોટા વિવાદના એંધાણ

ગોંડલ સંપ્રદાયના ૧૪ર જૈન સાધુ-સાધ્વીજીઓને કાર્યપ્રણાલીથી અસંતોષ થતા : હવેથી ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘ સંપ્રદાયની વ્યવસ્થા ફરી સંભાળશે

રાજકોટ તા. ૧૯: છેલ્લા ઘણા સમયથી શ્રી ગોંડલ સંપ્રદાયની કાર્યવાહી શ્રી ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિ સંભાળતી હતી પરંતુ સાધુ અને શ્રાવક બંને સમિતિની કાર્ય પ્રણાલીથી અસંતોષ અને નિષ્ક્રિયતા અનુભવાતા શ્રી ગોંડલ સંપ્રદાયના ર૩૮ સાધુ-સાધ્વીજીઓમાંથી સૌરાષ્ટ્ર કેસરી ગુરૂપ્રાણ પરિવારના ૮ સંતો અને ૧૩૪ સાધ્વીજીઓ, એમ કુલ ૧૪ર સાધુ-સાધ્વીજીઓએ બહુમતીથી તા. ૧૪ના દિવસે બંને સમિતિનું વિસર્જન કરવાનો નિર્ણય લીધો હતો.

જેમ સંપ્રદાયના વડેરા તપસમ્રાટ ગુરૂદેવ પૂજય શ્રી રતિલાલજી મહારાજ સાહેબે તા. ર૬-ર-૧૯૮૮ના દિવસે તે સમયમાં શ્રી ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘને શ્રી ગોંડલ સંપ્રદાયની તમામ કાર્યવાહી સોંપેલ હતી તેમ અત્યારે શ્રી ગોંડલ નવાગઢ સ્થા. જૈન સંઘને સંપ્રદાયની વ્યવસ્થા ફરીથી સોંપવામાં આવેલ છે. આ બાબતે તા. ૧૪ના દિવસે પૂ. શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબનું ધ્યાન દોરવામાં આવેલ હતું.

ગુરૂપ્રાણ પરિવારના ગાદીપતિ ગુરૂદેવ પૂજય શ્રી ગિરીશચંદ્રજી મ.સા.ના સુશિષ્ય શ્રી સુશાંતમુનિ મ.સા. તપસમ્રાટ ગુરૂદેવ પૂજય શ્રી રતિલાલજી મ.સા.ના સુશિષ્ય શ્રી નમ્રમુનિ મ.સા. આદિ. ઠા. પ, નિડરવકતા ગુરૂદેવ પૂજય શ્રી જગદીશમુનિ મ.સા.ના સુશિષ્ય શ્રી પારસમુનિ મ.સા. ધ્યાન સાધક પૂજય ગુરૂદેવ શ્રી હસમુખમુનિ મ.સા.ના સુશિષ્યશ્રી ચેતનમુનિ મ.સા. એમ ૮ સંતો અને સંપ્રદાયવરિષ્ઠા પૂજયશ્રી પ્રાણકુંવરબાઇ મ. આદિ ૧૩૪ મહાસતીજી વૃંદ વતી ચંદ્રકાંતભાઇ શેઠ એ જણાવ્યું હતું.

(3:37 pm IST)