દામનગરમાં ડીગ્રી વગર મેડિકલ પ્રેકટીસ કરનાર બોગસ ડોકટર ઝડપાયોઃ દવાનો જથ્થો જપ્ત
અમરેલી તા. ૧૯ :.. દામનગરમાં ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીશ કરતા બોગસ તબીબને ઝડપી પાડયો હતો.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, દામનગરમાં હેલ્થ ઓફીસર રતિલાલ રામજીભાઇ મકવાણા દ્વારા શભડા રોડ ઉપર સત્યમ કલીનીકમાં તપાસ હાથ ધરાતા અનઅધિકૃત માનવ જીંદગી સાથે છેડા કરી ગેરકાયદે દવાનો જથ્થા સાથે હેમંત ચૌહાણ હર્ષ કલીનીક તથા ડીગ્રી વગર પ્રેકટીશ કરતા પ્રવિણ અમરેલીયા નામના શખ્સોને ઝડપી લઇ પોલીસમાં ફરીયાદ દાખલ કરતા તપાસ હાથ ધરી હતી.
વરસડા નજીક ચાલુ બસે પડી જતા યુવાનનું મોત
વરસડા નજીક સાવરકુંડલાથી અમદાવાદ જતી ટ્રાવેલ્સની બસ નં. જી. જે. ૧૪ એકસ ૯૮૯૮ ગોળાઇમાં ટર્ન લેવા જતા દરમિયાન બસમાં કલીનર તરીકે કામ કરતા યુવાન સલીમભાઇ રસુલભાઇ રાઠોડ પાણીની બોટલ દરવાજા પાસે જગમાંથી ભરવા જતા દરવાજામાંથી નીચે પડી જતા તેનું મોત નિપજયું હતું.