News of Friday, 19th July 2019
ભાવનગરમાં બાળા સાથે કારખાનેદારના અડપલા
ભાવનગર, તા. ૧૯ : શહેરના બોરતળાવ વિસ્તારમાં કુમુદવાડીમાં હિરાનું કારખાનું ધરાવતા સુરેશ શિવાભાઇ માધવાણી નામના કારખાનેદારે આ કારખામાં કામ કરતા એક રત્નકલાકારની ૧૧ વર્ષની દિકરી કારખાને આવી હતી. ગેલેરીમાં રમતી હતી ત્યારે કારખાનેદાર સુરેશએ આ બાળા સાથે શારીરીક અડપલા કર્યા હતાં. આ દરમ્યાન કોઇએ વીડીયો ઉતારી વાયરલ કરતા રત્નકલાકારના ધ્યાનમાં આવતા તેને તેણીની સગીર દિકરીને પૂછપરછ કરતા આ વિગતો બહાર આવી હતી.
આ અંગે ભારે હોબાળો થયા બાદ અંતે પોલીસે કારખાનેદાર વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:17 am IST)