સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

એન્જીન ખરાબ થઇ જતા આફ્રીકન દેશનું જહાજ ઓખા દરીયાઇ વિસ્તારમાં આવી ગયું: પ્લાસ્ટર ઓફ પેરીસ અને થર્મોકોલનો જથ્થો મળ્યો

તસ્વીરમાં આફ્રીકન દેશનું જહાજ અને થર્મોકોલનો જથ્થો નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર) (૪.૧૨)

(વિનુભાઇ સામાણી - મુકુન્દ બદીયાણી દ્વારા) દ્વારકા-જામનગર, તા., ૧૯: દેવભુમી દ્વારકા જીલ્લાના ઓખા દરીયામાંથી કોસ્ટગાર્ડની ટીમે શંકાસ્પદ હાલતમાં ઇરાની શીપને ઝડપી પાડી છે. આ શીપમાંથી બોકસનો જથ્થો પણ ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે.પ્રાપ્ત માહીતી મુજબ ઓખા કોર્સ્ટગાર્ડની ટીમ દરીયામાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે એમવી નીના નામની શીપ શંકાસ્દ હાલતમાં ઓખા દરીયા વિસ્તારમાં જોવા મળી હતી. જેથી કોસ્ટગાર્ડની ટીમે તેનો કબ્જો લઇ લીધો હતો અને તેને આ શીપ મોન્જેડીંગ તરફ જઇ રહી હોવાનું ખુલ્યું હતું.

દરમિયાન જાણવા મળ્યા મુજબ આ શીપ ગઇકાલ સાંજે કોસ્ટગાર્ડે ઝડપી પાડી હતી અને આ શીપમાંથી ૪૦૦ ટન પ્લાસ્ટર ઓફ પેરીસ અને થર્મોકોલનો જથ્થો મળી આવ્યો હતો.

કોસ્ટગાર્ડની ટીમે જણાવ્યું હતું કે એન્જીન ખરાબ થઇ જવાથી આ જહાજ ઓખા દરીયા વિસ્તારમાં આવી ગયું હતું અને આફ્રીકન દેશના કેમરોશનંુ આ જહાજ હોવાનું જાણવા મળ્યું છે.

જો કે તેમ છતા કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ ટીમે જહાજમાં રહેલા વ્યકિતઓની વધુ પુછપરછ હાથ ધરી છે.(૪.૧૨)

 

(4:20 pm IST)