સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં NDRF ની ટીમ કાર્યરત :SRP કંપની ફાળવાઈ

રાહત બચાવકાર્ય પુરજોશમાં ચાલુ ;ઉઘાડ નીકળતા વીજતંત્ર દ્વારા વીજ પુરવઠો પુન સ્થાપિત કરવા કાર્યવાહી

ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં બચાવ-રાહત કામોમાં NDRFની ટીમ કાર્યરત છે તેમની સહાય માટે બેય જિલ્લામાં એક એક SRP કંપની ફાળવાઇ છે. ગીર-સોમનાથમાં NDRF ટીમ દ્વારા પાણીમાં ફસાયેલાઓ માટે બચાવ-કામો તેમજ જે ૪ ગામોમાં વધારે પાણી છે ત્યાં ફૂડ પેકેટ પહોચાડવાની કામગીરી કરાઈ છે. અા બંને જિલ્લાઅોમાં  વરસાદને કારણે સ્ટેટ હાઇવે, પંચાયત માર્ગો અને નેશનલ હાઇવે મળીને ૧૫ જેટલા માર્ગો પ્રભાવિત થયા છે તેનું રિપેરીંગ કામ વરસાદનો ઉઘાડ થતાં જ હાથ ધરી તેને ટ્રાન્સપોર્ટેશન યોગ્ય બનાવી દેવાના અાદેશો જાહેર થયા છે.

   બીજીતરફ વરસાદને પગલે ૧૦ ગામોના વીજ પુરવઠાને અસર પહોચી છે તેમાંથી પાંચ ગામોમાં બુધવાર સવારે તથા અન્ય પાંચમાં બુધવાર સાંજ સુધીમાં પુરવઠો પૂનઃપ્રસ્થાપિત કરવા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના કર્મયોગીઓ ઇજનેરો કાર્યરત કરાયા હતા. અામ અા બંને જિલ્લામાં લોકોની હાલત કફોડી છે. લોકોના ઘરોમાંથી પાણી તો ઉતરી ગયું છે પણ હવે લોકોની હાડમારી શરૂ થઈ છે. ખેતરોમાં પાક ધોવાઈ ગયો છે. અા બંને જિલ્લામાં ખેતીના પાકોને ભારે નુક્સાન થયું છે. અા માટે સરવેની પણ કામગીરી જલદી હાથ ધરાય તેવી લોકો માગ કરી રહ્યાં છે.

(2:02 pm IST)