સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ઘેડ પંથક બેટમાં ફેરવાયો :15 જેટલા ગામમાં પાણી ભરાયા : ડેમમાંથી પાણી છોડાતા હાલાકી

સંખ્યાબંધ ઘરોમાં પાણી ઘુસ્યા :કેટલાક ગામ સંપર્ક વિહોણા :ખેતરોમાં પાણી ફરી વળતા પાકનું ધોવાણ

ગીર સોમનાથમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં પુરના પાણી ફરી વળ્યા છે.સમગ્ર ઘેટ પંથક બેટમાં ફેરવાયો છે. ઉપરવાસના વરસાદના કારણે ઘેડ પંથક ના 15 જેટલા ગામો માં ભરાયા પાણી છે. આ ગામોમાં નવાગામ, ચીકાસા, ગરેજ ગામ, ભડ ગામ, લુસાડા ગામ, મિત્રાડા ગામ, દેડોદર ગામ, કડછ ગામ, મહિયારી ગામમાં પાણી ફરી વળ્યા છે

  . ગીર સોમનાથમાં પડેલા વરસાદના કારણે ભાદર, ઓઝત, મધુવંતી, મીણસાર સહિતના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યુ છે. જેથી ઘેડ પંથકના ગામોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે. ગામ સંપર્ક વિહોણા થયા છે. ખેતરોએ ખેતરમાં મગફળી વાવી હતી. તે ખેતરો પાણીથી ભરાઈ જવાથી પાકનું ધોવાણ થયું છે.

(1:54 pm IST)