સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

જામનગર જીલ્લામાં પુર જેવી કુદરતી આપતિ સમયે લોકોએ શુ કરવુ? અને શુ ન કરવુ?

જામનગર, તા.૧૯: જે લોકો પુરની શકયતાવાળા વિસ્તારમાં રહેતા હોય તેમને પોતાના વિસ્તારના પુરની સંભાવનાવાળા જોખમી વિસ્તારોની વિગત તારવીને તેવા વિસ્તારો માટે ખાસ કાર્ય યોજના ઘડવી. મકાનોની ગટર લાઇનમાં તથા અન્ય જોડાણોમાં ચેલ વાલ્વ લગાવઓ જોઇએ જેથી પુરનું પાણી આ જોડાણોમાંથી પરત આવી શકે નહી. પીવાનું પાણી ઢાંકેલ વાસણોમાં રાખવુ. વધારાના પાણીનો સંગ્રહ કરવા માટે બાલટી, વાસણો અને જગ તૈયાર રાખવા.

અચાનક આવતા પુર માટે તાત્કાલીક જરૂરાયાતની ચીજ વસ્તુઓનો જથ્થો એકથો કરી રાખવો અત્યંત જરૂરી છ. જેમાં સુકી ખાધ સામગ્રી, દવાઓ, પ્રાથમિક સારવારના સાધનો, ટોર્ચ, વધારાના બેટરી સેલ, લાકડુ, પ્લાસ્ટિક શીટ્સ, ખીલ્લા, હથોડી અને કરવત, પાવડો અને રેતીની થેલીઓનો સમાવેશ થાય છે. કોઇપણ મદદ માટે પોલીસ કે ફાયર વિભાગનો કયારે અને કેવી રીતે સંપર્ક કરવો તેની દરેક વ્યકિતને જાણકારી હોવી જોઇએ. અંતે જો અધિકૃત સત્ત્।ા દ્વારા જણાવવામાં આવે તો પ્રત્યેક વ્યકિત સ્થળાંતર માટે તૈયાર હોવી જોઇએ.

ટી.વી. કે રેડીયો સાંભળતા રહો જેથી પુર અંગેની અંતિમ માહિતી મેળવી શકાય. જો તમે ઘરમાં હો તો અંદર જ રહો, બહાર નીકળશો નહી. તમારો અગાઉથી તૈયાર કરેલો કટોકટીનો સામાન સાથે રાખો. પુરના પાણીમાં ચાલશો નહી કારણ કે તેમ કરવુ જોખમી છે. જો તમે કાર, સ્કુટર, મોટરબાઇક કે ઓટોરીક્ષામાં મુસાફરી કરી રહ્યા હો અને પુરગ્રસ્ત વિસ્તારમાંથી પસાર થવાનુ આવે તો હિતાવહ છે કે આપ રસ્તો બદલી નાંખો. ઉંડા- અજાણ્યા પાણીમાં પ્રવેશ કરવો નહી. ઘરમાં પુરના પાણીની સાથે જોખમી જીવજંતુ કે ઝેરી સાપ ઘસડાઇને આવ્યા હોય તો તેનાથી ચેતવુ. જો ખાધ્ય સામગ્રી પુરના પાણીના સંપર્કમાં આવેલ હોય તો તેનો નાશ કરવો.

(11:56 am IST)