સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

લંડનમાં હિન્દુ લાઇફસ્ટાઇલ સેમીનાર

જૂનાગઢ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ પરિવાર  લંડન (યુકે) સ્વામી માધવપ્રિયજી દ્વારા વેમ્બલી (લંડન યુકે) મધ્યે હિન્દુ લાઇફ સ્ટાઇલ અંગે સેમીનાર યોજાયો હતો. જેમાં માધવપ્રિયજી, રાજરાજેશ્વર ગુરૂજી, પૂ.જેન્તીરામબાપા, નિરંજન સ્વામી, શાસ્ત્રી કનુભાઇ રાજયગુરૂ, હિન્દુ સ્વયંસેવક સંઘ યુકેના રામજીભાઇ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને હિન્દુ લાઇફ સ્ટાઇલ વિષય પર વકતવ્ય આપ્યુ હતુ. સેમીનારમાં મંચ ઉપર બિરાજેલ સ્વામીનારાયણ સંતો સહિત મહાનુભાવો નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : વિનુ જોષી, જૂનાગઢ)

(11:55 am IST)