સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

વાંકીયાના પ્રવેશદ્વારનું લોકાર્પણ

અમરેલી : તાલુકાના વાંકીયા ગામે વતનના રતન, નીજાનંદ સેવા સંઘ અમદાવાદ તથા વાંકીયા ગામ કેળવણી મંડળના પ્રમુખ અને પેથાણી બીલ્ડકોન પ્રા.લી.ના માલિક પેથાણી પરિવાર દ્વારા બનાવાયેલ માતૃશ્રી સ્વ.ગલાલબા રામજીભાઇ પેથાણી પ્રવેશદ્વારનો લોકાર્પણ સમારોહ ગુજરાત રાજયના કેબીનેટ કૃષિમંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને તથા હસ્તે યોજાયો હતો. મુખ્ય મહેમાનપદે સાંસદ નારણભાઇ કાછડીયા, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, જીલ્લા ભાજપ અધ્યક્ષ હીરેનભાઇ હીરપરા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, માર્કેટયાર્ડના ચેરમેન પી.પી.સોજીત્રા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, જીલ્લા સંઘના ચેરમેન શરદભાઇ લાખાણી, પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા, બાવકુભાઇ ઉંધાડ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના  પ્રારંભે શબ્દોથી સ્વાગત મ્યુ. કોર્પો. અમદાવાદના કાઉન્સીલર અશ્વિનભાઇ પેથાણી દ્વારા કરવામાં આવ્યુ હતુ.વાંકીયા ગામમાં રામદેવજી મંદિર, સ્વા. વિદ્યાલય તથા ગુજરાત ભરમાં દેવાલયો, પટેલવાડી, જરૂરિયાતમંદ લોકોને આર્થિક તથા તબીબી સહાય કરવા બદલ અને વતન વાંકીયામાં રજવાડી પ્રવેશદ્વારનું નિર્માણ કરવા બદલ બાબુભાઇ પેથાણીનું અમરેલી જીલ્લા લેઉવા પટેલ સમાજ, ખોડલધામ સમિતિ, ડાયનેમીક ગ્રુપ, ગ્રામપંચાયત વાંકીયા, સ્વા. વિદ્યાલય વાંકીયા, રામદેવજી મંદિર ટ્રસ્ટ, ક્ષત્રીય સમાજ, દલિત સમાજ, બાવાજી સમાજ તથા આસપાસના ૨૦ ગામોના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:54 am IST)