સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ભુજમાં તમાકુ નિયંત્રક કાયદા વિષયક મુદાઓ ચર્ચવા સ્કોવોર્ડની બેઠક યોજાઇ

ડી.વાય.એસ.પી- ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ ઘનિષ્ઠ ચર્ચા કરી

ભુજ, તા.૧૯: ગત તા.૯મી જુલાઇ-૨૦૧૮ના તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તમાકુ વિરોધી કાયદો (ઘ્બ્ભ્વ્ખ્-૨૦૦૩) અધિનિયમ અંતર્ગત ઈન્ફોર્સમેન્ટ સ્કવોડની મીટીંગનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હસ્તક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું.

હાજર સભ્યો ભુજ ડી.વાય.એસ.પી.શ્રી જે.કે.જયસ્વાલ, ડી.વાય.એસ.પી. શ્રી દિયોરા ગાંધીધામ  અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંષગિક નિયમન માટે ઈન્ફોર્સમેન્ટ સ્કવોડની મીટીંગ યોજાઇ હતી. તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ એકટ (કોટપા ૨૦૦૩) નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ ઈન્ફોર્સમેન્ટ સ્કવોડની મીટીંગમાં ઘ્બ્ભ્વ્ખ્-૨૦૦૩ ની (કલમ નં.૪)ની ચર્ચા કરાઇ હતી.

જાહેર સ્થળે ધ્રુમપાન કરવા અંગે પ્રતિબંધ. (કલમ નં.૫) માં સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ તેમજ (કલમ નં.૬ અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યકિતઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા આપવા કે અન્યને વેચવા માટે આપવા પર પ્રતિબંધ., (કલમ નં.૬ બ), શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુનું વેચાણ કરવા પર પ્રતિબંધ (કલમ ૭,૮,૯) નિર્દિષ્ટ આરોગ્ય-વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વિવિધ શાખના વિધાશાખાઓમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તબીબી વ્યવસાય કરવા માટે લાગતા બોર્ડ કે કાઉન્સેલીંગ વ્યવસાય તરીકેની અધિનિયમો હેઠળ નોંધણી કરાવવી કાયદાકીય રીતે ફરજીયાત છે. ઉપરાંત અન્ય રાજયોમાંથી માન્ય લાયકાત મેળવેલ તબીબી ગુજરાત રાજયમાં તબીબી વ્યવસાય કરવા પણ અધિનિયમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત મેડિકલ કાઉન્સીલ અધિનિયમ-૧૯૬૭, ગુજરાત મેડિકલ પ્રેકટીશનર્સ અધિનિયમ ૧૯૬૩, ગુજરાત હોમીયોપેથી અધિનિયમ-૧૯૬૭, અધિનિયમો હેઠળ રજીસ્ટ્રેશન મેળવવું ફરજીયાત છે. ઉપરોકત અધિનિયમો હેઠળના રજીસ્ટ્રેશન વગરના તબીબી વ્યવસાયકારો બોગસ છે. અને તેઓ ગુજરાત મેડિકલ પ્રેકટીશનર્સ એકટ ૧૯૬૩ની કલમ ૨૫,૩૦ તથા ૩૫ મુજબ ગુજરાત હોમિયોપેથી અધિનિયમ ૧૯૬૩ની કલમ ૩૩ મુજબ તથા ગુજરાત મેડિકલ કાઉન્સેલીંગ એકટ ૧૯૬૭ ની કલમ ૨૯ હેઠળ કાયદેસર કામ ચલાવવા માટે પાત્ર ઠરે છે. તે બાબતે એપેડમીક મેડીકલ ઓફિસર ડો.એ.વી.કૂર્મી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પંકજ પાડેની યાદીમાં જણાવાયું છે.

(11:49 am IST)