સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

અકસ્માત મૃત્યુના કેસમાં વ્યાજ સહિત ૧૪ લાખનું વળતર ચૂકવવા આદેશ

રાજકોટ, તા. ૧૮ : લીંબડીના રળોલ ગામના મુસ્લિમ ઘાંચી યુવાનનું અકસ્માતમાં મૃત્યુ બદલ રૂ. ૧૪,૦૦,૦૦૦નું એડી. ડીસ્ટ્રીકટ જજે વળતર મંજુર કર્યું હતું.

આ અકસ્માત અંગેની વિગત એવી છે કે, લીંબડીના રળોલ ગામના મુસ્લિમ અબ્દુલ કરીમ જીણાભાઇ વારૈયા કે ગત તા. રપ-૪-૧પના રોજ વાંકાનેરથી એક કી.મી. દૂર ટ્રક નં. જીજે-૧ર-એકસ-૩૬૩ નો પેઇડ ડ્રાયવર તરીકે ચલાવીને જઇ રહ્યા હતાં ત્યારે એક અન્ય કન્ટેનર ટ્રક નં. જીજે-૧પ-ઝેડ-ર૯૧ સાથે પોતાનો ટ્રક ભટકાતા અબ્દુલ કરીમનું મોત નિપજેલ અને ત્યારબાદ અબ્દુલ કરીમના વારસદારોએ અબ્દુલ કરીમભાઇના મૃત્યુ બદલ વળતર મેળવવા માટે રાજકોટની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કલેઇમ કરતા માત્ર ત્રણજ વર્ષમાં અબ્દુલ કરીમભાઇનો કલેઇમ કેસ ફાસ્ટ ચાલી જતા ગુજરનાર અબ્દુલ કરીમના વારસદારોના વકીલશ્રીની દલીલોને ધ્યાનમાં રાખી રાજકોટના એડીશનલ ડીસ્ટ્રીકટ જજશ્રી ટી.જે. બ્રહ્મભટ્ટે ગુજરનારની આવક રૂ. પપ૦૦ ધ્યાને લઇ ગુજરનારની વળતરની રકમની ગણતરી કરી ઉપરોકત બન્ને ટ્રકની વીમા કાું.ને ૯ ટકા વ્યાજ સાથે રૂ. ૧૧,૧૦,૦૦૦/- ચૂકવવા હુકમ કરેલ છે. આ કેશને ૩ વર્ષ અને ર માસ થયેલ હોય ઉપરોકત રકમ પર ૯ વ્યાજની ગણતરી કરતા વીમા કાું., રીયાયન્સ જનરલ ઇ.કાુ. ને ઉપરોકત રકમ પર ૯ ટકા લેખે વ્યાજ સહિત રૂ. ૧૪,૦૦,૦૦૦ ચૂકવવા હુકમ કરેલ હોય.

આ કલેઇમ કેશમાં ગુજરનાર અબ્દુલ કરીમ વારૈયા ઘાંચી યુવાનના વારસદારો તરફે કલેઇમ ક્ષેત્રમાં રાજકોટના એડવોકેટ શ્યામ જે. ગોહિલ તથા વાંકાનેરના એડવોકેટ કપીલ વી. ઉપાધ્યાય રોકાયેલ હતાં.

(11:47 am IST)