સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

કચ્છમાં છૂટો છવાયો વરસાદઃ ગાંધીધામ, અંજાર-૨, ગઢશીશા-૨ાા, ભચાઉ પોણો ઇંચ

ભુજ, તા.૧૯: ભારે રાહ જોવડાવનાર મેઘરાજા કચ્છમા હજીયે હેત વરસાવી રહ્યા છે. જોકે, હવે સાર્વત્રિક નહીં પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલ થી આજ સવાર સુધીમાં ગાંધીધામ અને અંજાર પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે માંડવીના ગઢશીશા અને તેની આસપાસના ગામોમાં અઢી ઇંચ વરસાદ પડયો છે. પૂર્વ કચ્છ ના ભચાઉ માં પોણો ઇંચ વરસાદ પડયો છે.

ભુજ નલિયાની નવી બ્રોડગેજ લાઇન માટે કરાયેલા અંડર બ્રીજમાં સુખપર અને દેશલપર પાસે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર અટકી ગયો હતો. દેશલપર ગામે ગરનાળામાં પિકઅપ વાહન પાણી માં ફસાઈ ગયું હતું જોકે તેમાં બેઠેલા પાંચ વ્યકિતઓનો આબાદ બચાવ થયો હતો.

(11:47 am IST)