મોરબીના નીચી માંડલ ગામે પેટ્રોલ પંપમાં ત્રણ બુકાનીધારીઓ ત્રાટકયાઃ ટેબલેટની લુંટ
કર્મઆરી હુકમસીંગને ધોકો મારી ત્રણેય શખ્સો હળવદ તરફ નાસી છુટયા : કર્મચારી હોસ્પિટલમાં
મોરબીતા. ૧૯ : મોરબી-અમદાવાદ રોડ પર આવેલ નીચીમાંડલ ગામના પાદરમાં આવેલ પેટ્રોલપંપ પર ત્રણ બુકાનીધારીઓ ત્રાટકયા હતા અને પેટ્રોલપંચમાં બેઠેલ યુવાનના માથામાં લાકડાનો ધોકો મારી, ટેબલેટની લુંટ ચલાવી નાશી ગયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ગઇકાલે નીચી માંડલ ગામ પાસે આવેલ એસ્સારના પેટ્રોલપંપ પર સફેદ મોટર કાર નં. જીજે૧૦-ર૪૧૦ (સીરીઝ જોઇ શકાય નહોતી) માં ત્રણ અજાણ્યા શખ્સો માથાપર અને મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા અને પેટ્રોલપંપની અંદર ઘુસી જઇ પંપની ઓફીસમાં બેઠેલ હુકમસિંગ ભંવરસિંહ રાવલ (ઉ.ર૦) નામના પરપ્રાંતિય યુવાનના માથામાં લાકડાનો ધોકો મારી તેના ટેબલપર પડેલ ટેબલેટ ઉઠાવી કારમાં હળવદ તરફ નાશી છુટયા હતા ઇજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના જેતપર રોડ પર પીપળી ગામ પાસે મહેશ મનચંદ્રભાઇ (ઉ.૩૦) રહે. સિધ્ધીલાઇવ કુ. બેલારોડ, મોરબી વાળો યુવાન પગપાળા જ રહ્યો હતો ત્યારે મનિષકાંટા પાસે સ્કુટર સાથે અથડાતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી. અને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતો.