સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

કાલાવડના સનાળા ગામે ચેક ડેમ લીકેજ થતા મકાન ધરાશાયી

કાલાવડ તા. ૧૯ :.. તાલુકાના સનાળા ગામે સોનાપુરી પાસે બંધાયેલ ચેક ડેમમાં નિચેના ભાગેથી લીકેજ થતા પાણીના જોરદાર પ્રવાહથી એક મકાનને ભારે નુકશાન થયેલ હતું.

આ ચેક ડેમના લીકેજના સમાચાર મળતા કાલાવડ મામ. શ્રી પંડયા સનાળા ચેક ડેમની મુલાકાત લીધી હતી. અને નુકશાન થયેલ મકાન માલીકની મુલાકાત લીધી પૂર્વે ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, જીલ્લા ભાજપના અગ્રણી પી. ડી. જાડેજા, રમેશભાઇ સોલંકી સનાળા ગામે ચેક ડેમની મુલાકાતે પહોંચ્યા હતાં. જેમાં ચેક ડેમના લીકેજ સનાળા ના રહીશ જનકરાય રેવાશંકર જાનીના રસોડુ, રૂમ અને કમ્પાઉન્ડ દિવાલ ધરાશય બન્યુ હતું. તેમની મુલાકાત લઇ સનાળાના સરપંચ જયદેવસિંહ બનેસીંહ જાડેજા તેમજ ગામના આગેવાનોને રૂબરૂ મળી લીકેજ ચેક ડેમ બાબતે ઉપર રજૂઆત કરી ચેક ડેમ રીપેર કરવા અને સહાય બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે તેમ જણાવેલ હતું.

(11:38 am IST)