સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

જામકંડોરણામાં સવાઇંચ વરસાદ ફોફળ ડેમમાં વધુ અઢી ફુટ આવક

જામકંડોરણા તા.૧૯: ગઇકાલે બપોરથી સતત ધીમીધારે વરસેલો વરસાદ આજે સવાર સુધીમાં ૩૩મીમી પડેલ આ સાથે મોસમનો કુલ વરસાદ ૩૬૬ મીમી થયેલ છે. જામકંડોરણાના ફોફળ ડેમમાં વધુ અઢીફુટ પાણીની આવક થતાં ફોફળ ડેમની સપાટી હાલ ૨૩-૪૦ ફુટ થયેલ છે. હવે આ ડેમ સંપૂર્ણ ભરાવામાં માત્ર બે ફુટ અધુરો છે. આ વરસાદથી આ પંથકમાં તળાવો, ચેકડેમો છલોછલ ભરાયેલા જોવા મળી રહ્યા છે. તેમજ લોકોમાં ખુશીની લહેર જોવા મળે છે.

(11:37 am IST)