સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ઉપલેટામાં ર૮ નબળા મેમણ પરિવારને રાહતભાવે ફલેટનું વિતરણ

ઉપલેટામાં સમસ્ત મેમણ જમાત આયોજીત તથા યાકુબ શેઠ પોચીના સહકારથી કબ્રસ્તાનની પાછળ સોસાયટીમાં બનાવવામાં આવેલ યાકુબ પોચી ટાવર નામના એપાર્ટમેન્ટમાં ર૩ ડબલ બેડ રૂમ તથા પ સીંગલ બેડ રૂમ એપાર્ટમેન્ટમાં તમામ ફલેટ મેમણ જમાતના નબળા વર્ગના લોકોને રાહત ભાવે આપવામાં આવેલ જે અંગેનો ઉદ્ઘાટન કાર્યક્રમ ડાડીબાઇ હોલ ખાતે યોજાયેલ જેમાં પસંદ કરાયેલા જરૂરીયાતમંદ મેમણ સમાજના નબળા લોકોને દાતાશ્રીઓ લતીફભાઇ હાકામભાઇ નાથાણી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તથા મુંબઇ જમાતની ટીમ સાથે મળી ચાવીઓ આપવામાં આવી હતી. મહેમાનોનું ઉપલેટા સમસ્ત મેમણ જમાત દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ચેરમેન અ. હનીફભાઇ નાથાણી, રજાકભાઇ ખાંડા, અલ્તાફ જુમાણી, અનીસભાઇ ચાંચિયા , આરીફભાઇ બબલા, ઇસ્માઇલ ઘેટા, મુસ્તાકભાઇ લીલાખાવાળા, મુંબઇ વાળા ઉપસ્થિત રહ્યા હતા તેમજ લતીફભાઇ હમીદભાઇ, ભોલાભાઇ ધોરાજીવાળા, રફીકભાઇ મુસાણી, અલતાફભાઇ ડોસાણી, હનીફભાઇ કોડી, મતીનભાઇ હડફા, વાહીદભાઇ કોડીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

(11:36 am IST)