સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th July 2018

ઘેડ વિસ્તાર જળ બંબાકારઃ ગરેજ દેરોદર મિત્રાળા લુશાળા સહીત ગામો બેટ બન્યાઃ પોરબંદરના નાયબ કલેકટર તથા ટી.ડી.ઓ. ઘેડ પંથકમાં : પોરબંદરમાં બપોર બાદ એક ઇંચ

પોરબંદરઃ ઘેડ વિસ્તારમાં વરસાદના પાણી ઠેર-ઠેર ફરી વળતા જળબંબાકાર સ્થિતિ થઇ છે. ગરેજ દેરોદર મિત્રાળા લુશાળા સહિત કેટલાક ગામો બેટમાં ફેરવાયા છે સંપર્ક તુટી ગયો છે.

પોરબંદરથી નાયબ કલેકટરશ્રી બાટા, ટીડીઓ સહિત અધિકારીઓ ઘેડ પંથકમાં રવાના થયા છે. ભાદર અને ઓઝત નદીના પાણી ઘેડ પંથકમાં ફરી વળ્યા છે. પોરબંદરમાં બપોર બાદ એક ઇંચ વરસાદ પડી ગયેલ છે.

(6:51 pm IST)