સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

પોરબંદર ખાતે સાયબર ક્રાઈમ પોલિસ સ્ટેશન કાર્યરત કરાયું

આઠ પ્રકારના જુદા જુદા ગુન્હાની તપાસ કરાશે

પોરબંદર : આજરોજ ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લામા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનુ માનનીય ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ઇ-લોકાપર્ણ કરવામાં આવ્યું. આ ૧૦ સાયબર ક્રાઇમ એકમો પૈકી પોરબંદર જિલ્લો સમાવિષ્ટ છે.

પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જૂની પોલીસ અધિક્ષકશ્રીની કચેરી પ્રથમ માળે કાર્યરત થયેલ છે. હવેથી પોરબંદર જિલ્લાના નાગરિકોને સાયબર ક્રાઈમને અનુલક્ષી તમામ સેવા અને મદદ સરળતાથી મળી રહેશે.

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પોરબંદરમા (૧) આઇડેન્ટિટી થેફ્ટ (૨) સાયબર સ્ટોકિંગ (૩) સોશિયલ એન્જિનિયરિંગ (સાઇબર ક્રિમિનલ) (૪) હેકિંગ (૫) ઓનલાઇન સ્કેમ (૬) સોશિયલ નેટવર્ક ફોડ (૭) સાયબર બુલીંગ (૮) સાયબર એક્સટોર્શન વિગેરે ગુનાઓની તપાસ હાથ ધરવામાં આવશે તેમજ સાઇબર ક્રાઇમ થી પીડિતની અરજી/ ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં કરી શકાશે.

આમ પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સેવાનો લાભ પોરબંદર જિલ્લાના નાગરિકોને સરળતાથી મળી રહેશે. સરનામું- સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જૂની એસપી કચેરી પ્રથમ માળ નવા ફુવારા પાસે પોરબંદર સંપર્ક નંબર- એસ.એન.ઓડેદરા પો.સબ.ઇન્સ.(૯૯૨૫૬૪૨૩૦૯)

(9:34 pm IST)