સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ : રસ્તાઓમાં પાણી ફરી વળ્યા

જામવાડી,ચોરડી,ગોમટા,નવાગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ

ગોંડલ: આજે બપોર બાદ ગોંડલ  શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તાલુકાના જામવાડી,ચોરડી,ગોમટા,નવાગામ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.

(9:22 pm IST)