સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

ધોરાજીમાં સાંબલે ધારે અઢી ઇંચ વરસાદ :મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોમાં ખુશીની લહેર

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીમાં આજ રોજ ચોમાસાની વિધિવત એન્ટ્રી જોવા મળી હતી સવારના ધીમીધારે વરસાદ પણ થયો હતો જે આજ સાંજ સુધીમાં અઢી ઇંચ જેવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે
  ધોરાજીમાં છેલ્લા આઠ દિવસથી ભારે ઉકળાટ અને બફારા બાદ ચોમાસાની વિધિવત એન્ટ્રી આજરોજ જોવા મળી હતી અને સવારથી ધીમીધારે વરસાદ ચાલુ થયો હતો અને બપોરે ભારે વરસાદ આવ્યો હતો અને સાંજ સુધીમાં અઢી ઇંચ એટલે કે ૬૪ મી.મી વરસાદ નોંધાઈ ચૂક્યો છે
સારા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે વાવણી લાયક વરસાદ પ્રથમ એન્ટ્રીમાં જોવા મળતા બે દિવસની અંદર ખેડૂતો પણ પોતાની વાવણીનો પ્રારંભ કરી દે તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે

(8:44 pm IST)