સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

જ્યારે પીડિતા પોતે બરાડા પાડી રહી છે ત્યારે કયા માથાઓને બચાવવા પ્રયાસ થાય છે : આપ ના ઈસુદાન ગઢવીનો ધ્રુજારો

જામનગરમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા :પંડિતો ની આપવીતી સાંભળી

જામનગરમાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી જીજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને યૌન શોષણ મુદ્દે ચાલી રહેલ તપાસ દરમિયાન જ પીડિતાઓ અને હંગામી કર્મચારીઓ ને મળી મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું તેમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે જ્યારે પીડિતા  પોતે બરાડા પાડી રહી છે ત્યારે કયા માથાઓને બચાવવા પ્રયાસ ચાલી રહ્યા છે તે ખબર નથી પડતી અને પોલીસને ફરિયાદ તાત્કાલિક નોંધવી જોઇએ આ મુદ્દે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા કાનૂની રાહે કોર્ટમાં ફરિયાદ કરવાની તજવીજ પણ કરાશે તેવું ઈશુદાન ગઢવીએ કહ્યું હતું (તસવીરો કિંજલ કારસરીયા જામનગર)

(6:24 pm IST)