સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

જામનગર સી ડિવિઝન પી.આઈ. એમ.આર.ગોંડલીયા અને પીએસઆઈ કે.સી.વાઘેલાને સસ્પેન્ડ કરવાનો હુકમ જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રન

તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી નો હુકમ કરી સિટી સી ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ પી.આઇ કે. એલ.ગાધેને સોંપ્યો

જામનગર સીટી સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એમ.આર.ગોંડલીયા અને પીએસઆઈ કે.સી.વાઘેલા ને સસ્પેન્ડ કરવાનો હુકમ જીલ્લા પોલીસ વડા દીપન ભદ્રન દ્વારા કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ પોલીસ સ્ટેશન હેઠલ ચાલતી તપાસમાં ગેરરીતિઓ નો મામલો પોલીસ વડા સુધી પહોંચતા તેવો એ આં બાબતને ગંભીરતા થી લઈને પી.આઈ.ગોંડલીયા અને પીએસઆઈ કે.સી.વાઘેલા ને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી નો હુકમ કરી સિટી સી ડિવિઝન પોલીસ મથકનો ચાર્જ પી.આઇ કે. એલ.ગાધે ને સોંપવામાં આવ્યો છે.
 

(6:32 pm IST)