સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

ચોટીલાનાં ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ખનીજ ચોરી કરતા ૯ ડમ્પર સાથે રૃા. ૧.રપ કરોડનો મુદામાલ જપ્ત

રાજકોટ-ચોટીલા તા. ૧૯: રાજકોટ રેન્જ દ્વારા સુરેન્દ્રનગર તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદે ખાણ અનીજનું વહન કરતા ૯ ડમ્પર સાથે રૃા. ૧.રપ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સંદીપસિંહ નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટનાઓએ રાજકોટ રેન્જમાં ખાણ-ખનીજને લગતી ગેરકાયદેસરની પ્રવૃતીઓ ઉપર રેઇડો કરવા સુચના આપેલ જેથી રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા રાજકોટ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ શ્રી જે. એસ. વાઢેર મદદનીશ નીયામક ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ એફ.એસ. રાજકોટ વિભાગ, શ્રી કે. એમ. સોલંકી રોયલ્ટી ઇન્સપેકટર, શ્રી એસ. એસ. બારૈયા રોયલ્ટીઇન્સપેકટરને સાથે રાખી શ્રી એ. આર. ગોહિલ પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય તથા પેરોલ ફર્લો સ્કવોડના પો. સબ ઇન્સ. શ્રી વી. એમ. કોલાદરા, એસ.ઓ.જી. પો. સબ ઇન્સ. શ્રી એચ. એમ. રાણા, જીલ્લા ટ્રાફીક પો. સબ ઇન્સ. શ્રી ડી. એલ. ખાચરનાઓની અલગ અલગ ટીમો બનાવી રાજકોટ જીલ્લામાં ત્રણ ટીમો તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં એક ટીમ મોકલી આપી રાજકોટ જીલ્લાના વિંછીયા પો. સ્ટે. તથા શાપર-વેરાવળ પો. સ્ટે. વિસ્તારમાંથી ખાણ-ખનીજના બીન અધિકૃત વહન કરતા ૩ (ત્રણ) ડમ્પર વાહન તથા સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા પો. સ્ટ઼ે. તથા નાની મોલડી પો. સ્ટે. વિસ્તારમાંથી કુલ ૯ (નવ) ડમ્પર વાહનો ખાણ-ખનીજના બીન અધિકૃત વહન કરતા મળી આવતા કબ્જે કરવામાં આવેલ છે.

પોલીસે ડમ્પર વાહન ૧ર કિ. રૃા. ૧,ર૦,૦૦,૦૦૦/- તથા રેતી આશરે રપ,૦૦,૦૦૦/- મળી કુલ રૃા. ૧,૪પ,૦૦,૦૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો છે.

આ કામગીરી એલ.સી.બી. શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. એ. આર. ગોહિલ, કે. એમ. સોલંકી રોયલ્ટી ઇન્સપેકટર એસ. એસ. બારૈયા રોયલ્ટી ઇન્સપેકટર, એસ.ઓ.જી. શાખાના પો. સબ ઇન્સ. શ્રી એચ. એમ. રાણા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો. સબ ઇન્સ. શ્રી વી. એમ. કોલાદરા, જીલ્લા ટ્રાફીક પો. સબ ઇન્સ. ડી. એલ. ખાચર સહિતનાએ કરી હતી.

(1:25 pm IST)