સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

સુરેન્દ્રનગરના વિશ્વમ આંગડીયા સાથે છેતરપીંડીનો મામલો : એક આરોપીની ધરપકડ

વઢવાણ,તા.૧૯ : સુરેન્દ્રનગરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઇ રહી છે તેવા સંજોગોમાં ખાસ કરી આંગડિયા પેઢી સાથે છેતરપિંડીના બનાવવાની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે  વિશ્વમ આંગડીયા પેઢી સાથે છેતરપિંડી કરનાર કાંતિલાલ પાડલીયા ની અટકાયત કરવામાં આવી છે

  ચૈતન્યદેવસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા દરબાર ઉં.વ.૪૧ ધંધો આંગડીયા પેઢી રહે. દરબાર સોસાયટી બ્લોક નં-૧૧ નટ્વર પાર્ક ૮૦ ફુટ રોડ ફરીયાદ નોંધાવેલ છે કે,  મહેતા માર્કેટ ડીસ્ટ્રીક બેંક વાળી ગલીમાં વિશ્વમ આંગડીયા નામની પેઢીએ આરોપી (૧)ચંદ્રેશભાઇ રહે.સુરેન્દ્રનગર  (૨)ભરતભાઇ રહે.દીલ્લી આરોપી નં.(૧)ના માણસ ના નામે  પેઢીમા નાંણા આરોપી નં.(૧) ના માણસોના નામે પૈસા નખાવી વિશ્વાસમા લઈ આરોપી નં.(૧) નાએ ફરીયાદી તેમજ સાહેદને વિશ્વાસમા લઈ અલગ અલગ ટાઇમે આરોપી નં.(૧) અને (૨) નાઓએ અલગ અલગ નામ સરનામા લખાવી ફરીયાદી તેમજ સાહેદના આંગડીયા પેઢી મારફતે પૈસા આરોપી નં.(૧) ના કહેવા મુજબ આરોપી નં(૨) ના નક્કી કર્યા મુજબ વિશ્વાસઘાત કરી ફરીયાદી તેમજ સાહેદને વિશ્વાસમા લઈ ફરીયાદીની આંગડીયા પેઢીના રોકડ રૃા.૨૪,૬૨,૭૩૦/- છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કરી કરાવી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા બાબત. તપાસ એ.એસ.આઇ. શ્રી એસ.વી.દાફડા સુરેન્દ્રનગરસીટી એ ડીવી. પો.સ્ટે. નાઓ કરે છે.

 ત્યારે આ બાબતે કાલે  કાંતિલાલ પાડલીયા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પુછપરછ હાથ ધરવામાં આવી છે.

(12:22 pm IST)