સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

વંથલી પોલીસ દ્વારા ૧ કરોડના વિદેશી દારૂ પર બુલડોઝર

 જૂનાગઢ : ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે જૂનાગઢ જિલ્લા એસ.પી.રવિ તેજાની સૂચનાથી અને ડી.વાય.એસ પી.ગઢવીના માર્ગદર્શન હેઠળ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી.કે ચાવડા અને એસ.ડી.એમની હાજરીમાં વંથલી પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છેલ્લા ૩ વર્ષમાં ૭૮ ગુનાઓનો વિદેશી દારૂ બોટલ નંગ ૩૩,૯૧૬ જેની કિંમત ૧ કરોડ ૧૦ લાખ ૯૪ હજારની કિંમતનો પકડાયેલ વિદેશી દારૂનો સાંતલપુર ધાર વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.

(11:24 am IST)