ગાંધીધામ ઘર પાસે રમતી બાળકીને ટેન્કરે હડફેટે લેતા મોત ટ્રેનના પાટા ઉપર સુઈ યુવાને ચાલતી ટ્રેન નીચે કર્યો આપઘાત
ભુજ,તા.૧૯: ગાંધીધામના કીડાણા ગામે સોનાક્ષી શ્રવણસિંગ સોઢા નામની ૫ વર્ષીય માસૂમ બાળા પોતાના દ્યર પાસે રમી રહી હતી ત્યારે પુરઝડપે દોડતા ટેન્કરે તેણીને હડફેટે લીધી હતી. જોકે, ટેન્કરનું ટાયર સોનાક્ષી ઉપર ફરી વળતા આ માસૂમ બાળાનું સ્થળ ઉપર જ ગંભીર ઇજાઓના કારણે મોત નીપજયું હતું. દ્યર પાસે હસતી રમતી દીકરી એકાએક મોતને ભેટતાં સોઢા પરિવારમાં આક્રંદ છવાયો હતો. જયારે ગાંધીધામ ભચાઉ વચ્ચે રાજસ્થાનના શ્રમજીવી યુવાને જાતે જ રેલવે પાટા ઉપર સુઈ જઈને આપદ્યાત કર્યો હતો. મૂળ બાડમેર રાજસ્થાનનો ૩૨ વર્ષીય યુવાન ભૂરારામ ચૌધરી ગાંધીધામ ઇન્દોર ટ્રેન આવી રહી હતી ત્યારે પાટા ઉપર સુઈ ગયો હતો. ટ્રેનના એન્જીન ડ્રાઈવરે હોર્ન માર્યા છતાં તે હટ્યો નહોતો. પોલિસે આપદ્યાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન તેના ભાઈ સાથે ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતો હતો.