સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

એલપીજી રાંધણગેસના ઇન્સ્ટોલેશન ઇન્સ્પેકશન ચાર્જ મુકરર

જામનગર તા.૧૯: જિલ્લા પુરવઠા અધિકારી જામનગરની યાદી દ્વારા જણાવાયું છે કે, ભારત સરકાર દ્વારા સ્થાપિત સુધા જોષી કમિટીની ભલામણ મુજબ દ્યરવપરાશના એલપીજી ઇન્સ્ટોલેશનની ચકાસણી દર બે વર્ષમાં કરાવવી ઈચ્છનીય છે. આ ચકાસણી ગ્રાહકના હિતમાં છે. ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોના એલપીજી ઇન્સ્ટોલેશનની જુદા જુદા ૧૩ મુદ્દાઓની ચકાસણી કરી જરૂર જણાયે વિવિધ એસેસરીઝ જેમ કે, રબર, ટયુબ, પ્રેશર રેગ્યુલેટર નોબ બદલી આપવામાં આવે છે. ભારત સરકાર દ્વારા નક્કી કર્યા મુજબ ગેસ ઇન્સ્ટોલેશનના ઇન્સ્પેકશનનો જીએસટી સાથેનો ચાર્જ ૧ બર્નર ગેસ રૂ/.૧૧૮, ૨ બર્નર ગેસ રૂ/.૧૭૭, ૩ બર્નર ગેસ રૂ/.૨૩૬, ૪ બર્નર ગેસ રૂ/.૨૯૫ આ છે. જો કોઈ ગેસ એજન્સી આ ચાર્જીસ કરતાં વધારે ચાર્જીસ વસુલ કરે તો લગત ઓઇલ માર્કેટીંગ કંપનીઓના સેલ્સ ઓફીસરશ્રી (આઈ.ઓ.સી. મો.૯૪૨૬૪ ૧૬૦૮૨, બી.પી.સી.એલ. મો.૯૮૨૪૮ ૮૫૭૭૧ અને એચ.પી.સી.એલ. મો.૭૭૨૭૮ ૫૬૬૨૨)નો તાત્કાલિક સંપર્ક કરવો અને એજન્સી/કંપનીના મિકેનિક પાસેથી ચૂકવેલ રકમની પહોંચ મેળવવાનો અચૂક આગ્રહ રાખવો. જો ગ્રાહક ચકાસણી કરાવવા ન ઇચ્છતા હોય તો ગેસ એજન્સીના મિકેનિક દ્વારા રજુ કરેલ ઇન્સ્પેકશન ફોર્મમાં ચકાસણી કરાવવા માંગતા ન હોવા અંગે સહી કરી આપવી.

તમામ એલપીજી રાંધણગેસ ગ્રાહકોને જણાવવાનુ કે, આ ઇન્સ્પેકશન ફરજીયાત નથીપરંતુ સુરક્ષાના હિતમાં દર બે વર્ષે આ ઇન્સ્પેકશન કરાવવુ હિતાવહ છે. આથી તમામ એલપીજી રાંધણગેસ ગ્રાહકોને જિલ્લા પુરવઠા તંત્રની વિનંતી છે કે તેઓ પોતાની વિવેકબુદ્વિના આધારે એલપીજી સુરક્ષા સંબંધે નિર્ણય લેવો.

નિ:શુલ્ક યોગ શિબિર

જામનગર : પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંચાલિતશ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયના સ્વસ્થવૃત યોગ વિભાગ ધન્વંતરી મંદિર, ડીકેવી સર્કલ સામે મધુમેહ, ઉચ્ચરકતચાપ એવં હૃદયરોગ, સ્થૌલ્ય તથા શ્નસ્ત્રીરોગલૃપર નિ:શુલ્ક યોગ ચિકિત્સા શિબિરોનું તા.૨૨/૦૬/૨૦૧૯ થી તા.૩૦/૦૬/૨૦૧૯ સુધીના નવ દિવસ સુધી મધુમેહ માટે સવારે ૦૯  થી ૧૦:  અને ઉચ્ચરકતચાપ એવું હૃદયરોગ માટે સવારે ૧૦  થી ૧૧   સુધી ઓ.પી.ડી. બિલ્ડીંગ, યોગ કેન્દ્ર, શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ ચિકિત્સાલય, જામનગર ખાતે, તેમજ સ્થૌલ્ય માટે સાંજે ૦૪ થી ૦પ અને સ્ત્રીરોગ માટે સાંજે ૦૫ થી ૦૬ સુધી સ્વસ્થવૃત અને યોગ વિભાગ, ધન્વંતરી મંદિર, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય જામનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવાનો હોવાથી ઉપરોકત સ્થળે કાર્યાલયના સમયે રજા સિવાયના દિવસોમાં રૂબરૂ આવી નામ નોંધાવવા જણાવાયું છે.

(1:09 pm IST)