સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

જામકંડોરણાની લાખોની આંગડીયા લુંટમાં ત્રણેય આરોપીઓએ સરખે ભાગે હિસ્સો નક્કી કર્યો'તો

પકડાયેલ મયુર બાવાજી, યુવરાજસિંહ ઝાલા અને મોહીત ત્રણ દિ'ના રીમાન્ડ પર

ધોરાજી, તા., ૧૯: જામકંડોરણાની લાખોની આંગડીયા લુંટમાં પકડાયેલ ત્રણેય શખ્સોને પોલીસે રીમાન્ડ પર લીધા બાદ તેની પુછતાછમાં ચોંકાવનારી વિગતો ખુલી રહી છે. ત્રણેય શખ્સોએ લુંટ બાદ સરખે ભાગે હિસ્સો કરવાનું નક્કી કર્યુ હતું અને ભાગ પાડે તે પુર્વે જ પોલીસ પહોંચી ગઇ હતી.

જામકંડોરણાની આરસી આંગડીયા પેઢીમાં દિન દહાડે પેઢીના કર્મચારીઓને છરી બતાવીને ૮ લાખ ૩પ હજારના મુદામાલની લુંટની ઘટનામાં રૂરલ એલસીબી પોલીસની ટીમે આરોપીઓ મયુર દિપકદાસ રહે. બોરીયા તથા યુવરાજસિંહ ઉર્ફે ાનભા લાલુભા ઝાલા રહે. રાજકોટ મોહીનત જગદીશસીંગ ભારતસીંગ રાજપુત રહે. રાજકોટાળાને પકડી પાડી વધુ તપાસ માટે જામકંડોરણા પોલીસને સોંપતા જામકંડોરણા પીએસઆઇ ચૌહાણ સહીતના સ્ટાફ દ્વારા ત્રણેય આરોપીઓનો કબજો સંભાળીને ૧૩ દિવસની રીમાન્ડની માંગણી સાથે જામકંડોરણા જયુડીશીયલ કોર્ટમાં રજુ કરાતા જામકંડોરણા કોર્ટે ત્રણ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

પોલીસ પુછતાછમાં પકડાયેલ ત્રણેય શખ્સોએ એવી કબુલાત આપી હતી કે આંગડીયા લુંટમાં જે મતા મળે તેના સરખે ભાગે હિસ્સો કરવાનું નક્કી કર્યુ હતું. જો કે લુંટના સવા મહિના બાદ ત્રણેય ભાગ પાડવા ભેગા થયા હતા અને પોલીસ પહોંચી ગઇ હતી. પીએસઆઇ વી.બી.ચૌહાણ તથા સ્ટાફે ત્રણેયની વધુ પુછતાછ હાથ ધરી છે.

(11:44 am IST)