સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

જૂનાગઢમાં રીક્ષામાં પેસેન્જર ભરવાનાં પ્રશ્ને લોખંડની ટોમી વડે હુમલો

જુનાગઢ તા. ૧૯: જુનાગઢમાં તળાવ દરવાજા પાસે રહેતા મોહસીન મહેબુબભાઇ સાલમ (ઉ.વ. રપ) ગઇકાલે સાંજે પોતાની રીક્ષા હંકારીને તળાવ દરવાજા પહોંચતા સાજીદ ઉર્ફે બેરો નામનાં શખ્સે પેસેન્જર ભરવા બાબતે માથાકુટનું મનદુઃખ રાખી રીક્ષા રોકીને રીક્ષામાંથી મોહસીનને બહાર કાઢી તેના ઉપર લોખંડની ટામી વડે હુમલો કર્યો હતો.

હુમલામાં યુવાનને ઇજા થતા તેનાં સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની વધુ ોતપાસ જમાદાર આર. આર. સાંગાણી ચલાવી રહ્યા છે.

ધરપકડ

જુનાગઢનાં આંબેડકરનગરનો જીજ્ઞેશ ઉર્ફે જીગો ચંદુભાઇ વાળાને જમાદાર કેશવભાઇએ હદપારીના ભંગ સબબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

(11:40 am IST)