સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

હરબટીયાળીમાં બે પિત્રાઇ બહેનો દૂધને બદલે ફિનાઇલ પી ગઇ!

રાજકોટ તા. ૧૯: ટંકારાના હરબટીયાળીમાં રહેતી વણકર પરિવારની બે પિત્રાઇ બહેનો રસિલા નાથાભાઇ મોરાડીયા (ઉ.૧૭) તથા ડિમ્પલ રાજેશભાઇ મોરાડીયા (ઉ.૧૭) સાંજે ફિનાઇલ પી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.

જો કે બંને બહેનોની તબિયતમાં સારવાર દરમિયાન તુરત સુધારો થતાં રજા અપાઇ હતી. પરિવારજનોના કહેવા મુજબ રસિલાએ ગ્લાસમાં ભરેલી ફિનાઇલ દૂધ સમજીને ઘૂંટડો ભરી લીધા બાદ આ શું છે જો તો બહેન...તેમ કહેતાં પિત્રાઇ બહેન ડિમ્પલે પણ એક ઘૂંટડો પી લીધો હતો. બાદમાં બંનેને ફિનાઇલ હોવાની ખબર પડતાં પરિવારજનોને જાણ કરતાં તાકીદે સારવાર માટે ખસેડાઇ હતી. ટંકારા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી છે.

(11:40 am IST)