સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 19th June 2019

ચોટીલા વાંકાનેર હાઇવે પર મોરબી એલસીબીએ ર૦૦ લીટર દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી પાડયાઃ એક ફરાર

વઢવાણ, તા., ૧૯: ચોટીલા વાંકાનેર હાઇવે પર લીબાડાના બસ સ્ટેન્ડ પાસે કિશન જગદીશભાઇ કગથળા રહે. નવા જાંબુડીયા મોરબીનાએ ઓટો રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૦૦૧૦ કિંમત રૂપીયા ૩૦,૦૦૦ વાડીમાં આરોપી ભાવના ઉર્ફે ભાવલી રાજેશભાઇ સારોલા રહે. ઇન્દીરાનગર મોરબી અને ધનીબેન રમેશભાઇ ડેડવાણીયા રહે. વીસીપરા મોરબીનાઓએ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પ્લાસ્ટીકના બાચકા નંગ પાંચમાં કેફી પ્રવાહી પેલુ ભરેલ આશરે પાંચ લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ ૪૪ કુલ દેશી દારૂ લીટર ર૦૦ કિંમત રૂપીયા ૪૪૦૦નો વેચાણ કરવાના ઇરાદે આરોપી બીરજી કોડી રહે. રાજપરા તાલુકો ચોટીલાવાળા પાસેથી લાવી રિક્ષામાં ફેરા દરમિયાન કુલ મુદામાલ રૂપીયા ૩૪૪૦૦ના મુદામાલ સાથે આરોપી ભાવના, ધનીબેન અને કિશનને ઝડપી પાડેલ છે તેમજ આરોપી વિરજીને પકડવાનો બાકી હોય જે મુજબનો ગુનો ફરીયાદી પૃથ્વીસિંહ જાડેજા મોરબી એલસીબીએ રજીસ્ટર કરાવી વધુ તપાસ વાંકાનેર સીટી એએસઆઇ અમૃતભાઇ પટેલ ચલાવી રહયા છે.

(11:27 am IST)