લાઠીમાં બાબર સમાજ દ્વારા વિદ્યાર્થીઓને કીટ વિતરણ
લાઠી : બાબર સમાજ દ્વારા ૧ થી ૧૨ ધોરણમાં અભ્યાસ કરતા સમાજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીને સ્કૂલ બેગ,વર્ષ દરમિયાન ચાલે એટલી નોટ બુકો/ચોપડાઓ તેમજ કંપાસ સહિતની નાની મોટી વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન જરૂરી વસ્તુઓનું વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને ખાસ કરીને મહિલાઓના હસ્તે વિદ્યાર્થીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં બાબર સમાજના પ્રમુખ અને પત્રકાર કલ્પેશભાઈ ખેર,આગેવાન ઘનશ્યામભાઈ કંડોળીયા,હિંમતભાઈ યાદવ, જગદીશભાઈ ખેર,વિપુલભાઈ ચુડાસમા,બાલાભાઈ ચુડાસમા,પુનિતભાઈ વાળા,જયદીપભાઈ દવેરા,રમેશભાઈ ગોઢાણીયા સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.