સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 19th June 2018

હવે સિંહની સતામણી માટે 7 વર્ષની જેલ અને દંડ સજાની જોગવાઇ : ગીરમાં સિંહોની પજવણીના મામલાઓ વધતાં લેવાયો નિર્ણય

રાજકોટ :સિંહની સતામણી કરનારા લોકોનું હવે આવી બનશે રાજ્ય સરકારે સિંહની સતામણી માટે 7 વર્ષની જેલ  દંડની જોગવાઈ કરી છે ગીરમાં સિંહોની પજવણીના કિસ્સાઓ વધતા સરકાર દ્વારા  આ નિર્ણય કરાયો છે
  આ સિવાય સરકારે એવી જાહેરાત કરી છે કે, હાલમાં સિંહોનો રહેઠાણ વિસ્તાર વન વિભાગ ત્રણ વર્તુળ (1) વન્ય-પ્રાણી વતૃળ-જૂનાગઢ (2) જૂનાગઢ ક્ષેત્રિય વર્તૂળ અને રાજકોટ વર્તૃળ હેઠળ છે. આમાં ફેરફાર કરીને સિંહોનો રહેઠાણનો તમામ વિસ્તાર વન્ય-પ્રાણી વર્તૃળ-જૂનાગઢ હેઠળ લાવવામાં આવશે
  .ગીર અભ્યારણ્ય બહાર રેવન્યુ અને નાના વન વિસ્તારમાં સિંહોનો કાયમી વસવાટ થયો છે. જેથી ગીર અભ્યારણ્ય બહાર જે વિસ્તારોમાં સિંહો વસવાટ કરે છે અથવા સિંહોની મૂવમેન્ટ છે તે માટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (જૂનાગઢ વન્ય-પ્રાણી વર્તૂળ) હેઠલ અમરેલી મુખ્ય મથક ખાતે એક નવુ ડિવીઝન ઉભુ કરવામાં આવશે.
  આ ડિવીઝનમાં અમરેલી જિલ્લાનાં અમરેલી, લીલીયા, કુકાવાવ, જાફરાબાદ, રાજુલા તથા ભાવનગર જિલ્લાનાં મહુવા, જેસર, પાલિતાણા અને તળાજા તાલુકાનાં વિસ્તારને આવરી લેવામાં આવશે.

(8:32 pm IST)