જાફરાબાદના બાબરકોટમાં જમીન પ્રશ્ને સાંખટ પરિવાર વચ્ચે ધીંગાણુ : ર ગંભીર
અમરેલી ,તા. ૧૬ : જાફરાબાદના બાબરકોટ ગામે રહેતા સોમાતભાઇ ગભાભાઇ વાઘેલા કોળી (ઉ.વ.૬૦)નો વારસાઇ પ્લોટ પ્રશ્ને કાળુ છના સાંખટ બોલાચાલી થઇ હતી.
જેમાં વચ્ચે પડતા ઉશ્કેરાઇ જઇ કાળુ સહિત અનેક છના રતનબેન કડવા ભાણા, પ્રવિણ મુંજા, ઘાતક હથિયાર કુવાડા, લાકડી વડે સોમાતભાઇ ઉપર તૂટી પડતા માથામાં ગંભીર ઇજા થવા પામી હતી જયારે સામે પક્ષેથી રતનબેન કાળુભાઇ સાંખટ ઉપર રમેશ સોમા સાંખટ, જગા સોમા, શાંતુબેન, જયોતિબેન, માહિબેન મળી ઘાતક હથિયાર કુવાડા, લાકડી, ધારીયાની ઘા મારી જાફરાબાદ પોલીસમાં નોંધાતા પોલીસે બન્ને પક્ષોની સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલી જિલ્લામાં બે આપઘાત
અમરેલીમાં બહારપરામાં રહેતા અતુલ રામજીભાઇ સમાળવા (ઉ.વ.ર૦) નામના યુવાનને મીરાજ તથા તમાકુનુ઼ વ્યસન હોય જેથી જમીન શકતો હોય કંટાળી જઇ પંખા સામે દોરડુ બાંધી લટકી ખાઇ જીવન ટુંકાવ્યું હતું જયારે વડિયાના ખડખડના નાનજી ભુરાભાઇ પરમાર શ્વાસની બિમારીથી કંટાળી અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધાનું વડિયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ધારીના ગોવિંદ પુરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
ધારીના ગોવિંદપુરમાં પોલીસે જાહેરમાં જુગાર રમતા જયરાજ દાદા વીકમાં, કિશોર મધુ વેકરીયા, અબ્દુલ હમીદ ભટ્ટી રે. ધારી સંજય કાંતી પુરોહિત રે. કમીગઢ, કલ્પેશ હરી બાવશી રે. મોટા આંકડીયા સહિત આઠને રોકડ રૂપિયા ૮૩૪૭૦, ૬ મોબાઇલ, મારૂતિવાન મળી કુલ કિ. રૂ. ૧૭પ૪૭૦ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
બાબરામાં જુગાર ઝડપાયો
બાબરામાં કરીયાણા રોડ પર વરલી મટકાનો જુગાર રમાડતો નારસીંગ રણછોડ સોલંકી કિ. રૂ. ૧૦૪૦ના મુદ્દામાલ રોકડ સાથે પોલીસે ઝડપી લીધો હતો.
ચાવંડમાં સર્પદંશ
ચાવંડમાં રહેતા ચુની વિરજીભાઇ રાસડીયાને સર્પે દંશ દેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. (૯.૧૦)