પદ્મશ્રી વર્લ્ડ ચેરમેન શ્રી નાના ચુડાસમાના જન્મદિવસ નીમીતે રકતદાન કેમ્પ
જાયન્ટ ગૃપ ઓફ બોટાદ દ્વારા
બોટાદ તા ૧૯ : જન સેવા અને સંસ્કારનું સિંચન કરતી અનેક વિધ સેવાકિય પ્રવૃતિ કરતી સંસ્થા જાયન્ટ ગૃપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન ના વર્લ્ડ ચરમેન પદ્મશ્રી નાના ચુડાસમા ના જન્મદિવસ નિમીતે જાયન્ટ ગૃપ ઓફ બોટાદ તથા શ્રીમતી સોનાલીબેન અપૂર્વભાઇ શાહ બ્લડ બેંક બોટાદ દ્વારા રકતદાન કેમ્પ નું આયોજન શ્રી લેઉવા પટેલ સમાજ વાડી, હિફલી બોટાદ ખાતે કરવામાં આવેલ જેમાં જાયન્ટ ગૃપના સભ્યો તથા બહેનો દ્વારા ૧૧૩ બોટલ રકત એકત્ર કરવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા માટે ગૃપના પૂર્વ પ્રમુખો, પ્રમુખ ડી.એ. તથા બોર્ડ મેમ્બરો દ્વારા જહેમત ઉઠાવેલ હતી. જે રકતદાતાએ રકતદાન કર્યુ તેમને દિવાલ ઘડીયાળ આપવામાં આવી હતી અને આગામી ૧૮ મી જુન થી ૩૦ મી જુન સુધી જે રકતદાતા રકતદાન બ્લડ બેંક બોટાદ માં કરશે તેમને પણ આપવામાં આવશે.