સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th May 2022

મોરબીના માધાપરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

માધાપર શેરી નં.15 ના ખુણા પાસેથી જાહેરમાં જુગાર રમતા આરોપીઓને 11,580ના મુદામાલ સાથે ઝડપી લેવાયા

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે માધાપર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માધાપર શેરી નં.15 ના ખુણા પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલા પંકજભાઇ હસમુખભાઇ લાંઘણોજા, દીપકભાઇ ચમનભાઇ લાંઘણોજા, શૈલેષભાઇ રવજીભાઇ મેરજા, ઇશ્વરભાઇ સવજીભાઇ લાંઘણોજા અને રમેશભાઇ ટપુભાઇ લાંઘણોજાને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા11,580 કબ્જે કરી પાંચેય વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.

(11:13 pm IST)