ખેલ મહાકુંભ અંતર્ગત બહેનો માટેની સૌરાષ્ટ્ર ઝોન અંડર-૧૭ તથા ઓપન ફૂટબોલ સ્પર્ધાનો જામનગરનાં આંગણે શુભારંભ
જામનગર : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની અંડર-૧૭ અને ઓપન વયજૂથની બહેનો માટેની ફૂટબોલ સ્પર્ધાનો તા.૧૬/૦૫/૨૦૨૨ થી તા.૨૨/૦૫/૨૦૨૨ દરમ્યાન કનકેશ્વરી સ્પોર્ટ્સ એકેડમી, રણજીત સાગર ડેમ પાસે, નારાણપર, સમાણા રોડ, જામનગર ખાતે શુભારંભ કરવામાં આવેલ છે.જેમાં સૌરાષ્ટ્રના જિલ્લા તથા મહાનગરની ટીમના ખેલાડીઓ ભાગ લેવા જામનગર આવેલ છે. આ સ્પર્ધા જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, મહાનગરપાલિકાના કમિશનરશ્રી વિજય ખરાડી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કૈલા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી અને જિલ્લા રમત- ગમત અધિકારીશ્રી નીતાબેન વાળાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ છે. જેમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીના પ્રાંત યુવા વિકાસ અધિકારી ભગીરથસિંહ જાડેજા, એસ.એ.જી.ના નોડલ અધિકારીશ્રી હેમાંગીની ગોર ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી, જામનગર)